પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ હવે આ દુનિયામાં રહ્યા નથી. ગંભીર સ્થિતિને કારણે તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનનાં સમાચાર બાદ રાજકીય નેતાઓ જ નહીં પરંતુ બોલિવુડ સ્ટાર્સ પણ ટ્વીટ કરી પોતાવી સંવેદનાઓ વ્યક્ત કરી રહ્યા છે.
સની દેવલે દુઃખ વ્યક્ત કર્યુ
My sincere condolences on passing away of #Sushmaswaraj ji. One of the finest leader of our country.She was special and we will miss her.Sending my prayers to family and friends. pic.twitter.com/BeYy6S9TmN
— Sunny Deol (@iamsunnydeol) August 6, 2019
સ્વરા ભાસ્કરેે સુષ્મા સ્વરાજને પ્રેરણાદાયક બતાવ્યા
https://twitter.com/ReallySwara/status/1158802184474988544
અભિનેતા અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર લાઇવ વીડિયો શેર કરતાં કહ્યું કે, હું હમણાં ન્યૂયોર્કમાં છું અને સમાચાર સાંભળ્યા પછી હું પોતાને રોકી શક્યો નહીં કારણ કે સુષ્મા સ્વરાજ સાથે મારી ઘણી સારી યાદો છે. મે તમારી સાથે એક શાનદાર સમય પસાર કર્યો છે અને આ સમાચાર સાંભળીને હુ ચોંકી ઉઠ્યો છું. એટલું જ નહીં, અભિનેતા આ દરમિયાન સુષ્મા સ્વરાજ સાથેની મુલાકાતનાં કિસ્સાઓને પણ શેર કરતા જોવા મળ્યા હતા.
A force of nature she was. Too young to go. Saddened to hear this untimely news. A nation’s loss. #SushmaSwaraj #RIPSushmaSwaraj
— Boman Irani (@bomanirani) August 6, 2019
અનુપણ ખેર સિવાય અભિનેતા બોમન ઈરાનીએ પણ ટ્વિટ કરીને લખ્યું, ‘તે ઘણા યંગ હતા, આ દુર્ઘટનાનાં સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયુ, આ રાષ્ટ્ર માટે આ એક મોટુ નુકસાન છે.’ આ સિવાય એકતા કપૂરે પણ ટ્વિટ કર્યું છે, તેણે લખ્યું છે – ‘શરૂઆતનાં દિવસોમાં મને સુષ્મા સ્વરાજનો ઘણો ટેકો મળ્યો હતો. મારી પાસે હજી પણ તેમનો ફોટો છે જેમાં તે મને એવોર્ડ આપી રહ્યા છે. સાંભળીને ખૂબ જ દુઃખ થાય છે જેમણે મને પહેલો પાઠ ભણાવ્યો. સ્ત્રી હંમેશાં બીજી સ્ત્રીને આગળ વધવામાં મદદ કરે છે. આભાર સુષમાજી.’
In my younger years I got so much support from Shushma ji ! I still have pictures with her giving me my first award all over my office!gutted sad at d loss of a lady who taught me my first lesson… women should help women grow ! Thanku n rip shushmaji #RIPSushmaSwarajJi https://t.co/tyAHCa3vYf
— Ektaa R Kapoor (@EktaaRKapoor) August 6, 2019
દલેર મેહદીએ સુષ્મા સ્વરાજનાં પરિવાર અને પ્રિયજનો પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી
Deeply saddened by the passing away of one of the great leaders of our Nation Sushma Swaraj ji.
My heartfelt condolences to her family and loved ones. #RIPSushmaSwaraj pic.twitter.com/RbAxnRGLZP— Daler Mehndi (@dalermehndi) August 6, 2019
મુનમુન દત્તા સુષ્મા સ્વરાજનાં નિધન પર ચોંકી ઉઠી
Soooo shocked to hear about the death of legendary #sushmaswaraj . Unbelievable! Shocked to the core. What a leader, what a lady !! What a monumental loss 🙏🏻🙏🏻. Respect forever. So so so saddened!! #RIPSushmaJi
— Munmun Dutta (@moonstar4u) August 6, 2019
પરિનીતિ ચોપડાએ સુષ્મા સ્વરાજને યાદ કરતા કહ્યુ, તમે મને વ્યક્તિગત સ્તરે પ્રેરણા આપી છે
I hail from Ambala Cantt, same as Sushma Swaraj ji. Always felt proud that a woman from our small town made it big, and made a difference. Sushma ji rest in peace. You inspired me on a personal level. #RIPSushmaSwarajJi
— Parineeti Chopra (@ParineetiChopra) August 6, 2019
જણાવી દઈએ કે સુષ્મા સ્વરાજની આ રીતે વિદાય થયા પછી બોલિવુડનાં ઘણા સ્ટાર્સ સતત સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. વળી અંતિમ સમયે, સુષ્મા સ્વરાજે જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવવા બદલ વડા પ્રધાન મોદીની પ્રશંસા કરતા ટ્વીટ કર્યુ હતુ. જેમાં તેમણે લખ્યું છે – વડા પ્રધાન, તમને હાર્દિક શુભેચ્છા. હું મારા જીવન માં આ દિવસને જોવા માટેની રાહ જોઈ રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
