Not Set/ ભુજ : નગરપાલિકાના કુકમા સમ્પમાંથી મળ્યા ત્રણ મૃતદેહ, જાણો શું છે ઘટના

ભુજ, ભુજ તાલુકાના કુકમા ગામે આવેલા ભુજ નગરપાલિકાના પાણીના ખુલ્લા સમ્પમાંથી ત્રણ ત્રણ લાશ આવતાં ચકચાર મચી ગઈ હતી. મળેલી લાશોમાં બે સગી બહેનો હતી અને એક યુવક હતો. મૃતક બહેનો કુકમાના શિણાયનગરમાં રહેતી હતી. યુવક પણ કુકમાનો રહેવાસી છે.આજે બપોરે 17 વર્ષની ક્રિષ્નાબેન પ્રેમજીભાઈ બડગાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ શોધખોળ દરમિયાન તેની 21 […]

Top Stories Gujarat Others

ભુજ,

ભુજ તાલુકાના કુકમા ગામે આવેલા ભુજ નગરપાલિકાના પાણીના ખુલ્લા સમ્પમાંથી ત્રણ ત્રણ લાશ આવતાં ચકચાર મચી ગઈ હતી. મળેલી લાશોમાં બે સગી બહેનો હતી અને એક યુવક હતો.

મૃતક બહેનો કુકમાના શિણાયનગરમાં રહેતી હતી. યુવક પણ કુકમાનો રહેવાસી છે.આજે બપોરે 17 વર્ષની ક્રિષ્નાબેન પ્રેમજીભાઈ બડગાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ શોધખોળ દરમિયાન તેની 21 વર્ષિય મોટી બહેન પ્રીતિ તેમજ પેથાભાઈ મંગુભાઈ મારવાડા નામના યુવકની લાશ મળી આવી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ યુવક અને યુવતી બંનેએ એકમેકને ભેટીને પાણીમાં ઝંપલાવ્યું હતું અને એકમેકને ભેટેલી હાલતમાં તેમની લાશ મળી આવી છે. નગરપાલિકાના પાણીના સમ્પમાંથી એકસાથે ત્રણ ત્રણ જણની લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે.

પોલીસે બનાવ અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે મૃતક બહેનો સમ્પ પર કપડાં ધોવા જતી હોવાનું કહીને ઘરેથી નીકળી હોવાની પિતાએ પોલીસને પ્રાથમિક માહિતી આપી છે. પાણીનો આ સમ્પ ખુલ્લો છે અને પગથીયા ચઢીને સમ્પ પર પહોંચાય છે. પ્રાથમિક તબક્કે પોલીસ સૂત્રોએ બનાવ આપઘાતનો હોવાની શક્યતા વ્યક્ત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.