પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપનાં વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજની અંતિમ વિધી પૂરા રાજકીય સન્માન સાથે અને ગાર્ડસ ઓફ ઓનર આપી, બુધવારે સાંજે લોધી રોડ સ્થિત સ્મશાનગૃહમાં કરવામાં આવી હતી. આ દરમિયાન પીએમ મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત વિવિધ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ પાઠવી…..
આપને જણાવી દઇએ કે પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારે રાત્રે અવસાન થયું હતું સ્વરાજ 67 વર્ષના હતા. મંગળવારે રાત્રે 9.30 વાગ્યે સ્વરાજને એઈમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, અને સીધા ઇમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. એઈમ્સનાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેનું મોત હાર્ટ એટેકથી થયું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનાં અવસાન પર ઉંડા દુ:ખની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ભારતીય રાજકારણનો એક ગૌરવપૂર્ણ અધ્યાય પૂરો થયો છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે, ‘ભારતીય રાજકારણમાં એક ગૌરવપૂર્ણ પ્રકરણનો અંત આવી ગયો છે. એક અસાધારણ નેતાનાં નિધનથી ભારત શોકમાં ડુબ્યું છે. જેમણે પોતાનું જીવન જાહેર સેવા અને ગરીબોનાં જીવનમાં સુધારણા માટે સમર્પિત કર્યું છે. સુષ્માજી સ્વયંમાં જુદા હતા અને લાખો લોકો માટે પ્રેરણા પણ હતા.

સુષ્મા સ્વરાજની અણધારી અચાનક વિદાયથી “જો તમે મંગળ ગ્રહ પર પણ અટવાયા હશો, તે ભારતીય વિદેશ મંત્રાલય તમારી વારે આવશે” તેવું લાગણી અને જુસ્સા સાથે આશ્વાસન આપનાર હવે આપણી વચ્ચે નથી. અને તેની ખોટ પુરવી લગભગ અશક્ય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
