Vadodara News: વડોદરાના માંજલપુર વિસ્તારમાં પોલીસે ફ્લેટમાં ચાલી રહેલા કથિત ઓનલાઈન ન્યૂડ કોલ સેન્ટર (Vadodara Nude Call Center)નો પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે પ્રકૃતિ ફ્લેટમાં કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસે એક આરોપીની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ફ્લેટમાંથી ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે વાંધાજનક લાઈવ વીડિયો કોલ (Vadodara Nude Call Center) સંબંધિત પ્રવૃત્તિ ચાલી રહી હતી. આ કામગીરી માટે ‘Stripchat’ નામના પ્લેટફોર્મનો ઉપયોગ થતો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.
Vadodara Nude Call Center: યુવતીઓને ફ્લેટ પર બોલાવી ઓનલાઈન કોલ કરાવાતા હોવાનો આરોપ
પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, યુવતીઓને ફ્લેટ પર બોલાવી વિદેશી તેમજ સ્થાનિક ગ્રાહકો સાથે ઓનલાઈન વીડિયો કોલ (Vadodara Nude Call Center) કરાવવામાં આવતા હોવાનો પોલીસનો આરોપ છે. આ સમગ્ર પ્રવૃત્તિ ફ્લેટમાંથી ગુપ્ત રીતે ચલાવવામાં આવતી હોવાની માહિતીના આધારે માંજલપુર પોલીસે કાર્યવાહી કરી હતી.પોલીસ હવે આ પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી અને તેમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ કરી રહી છે.

મનીષ પઢિયારની ધરપકડ
દરોડા દરમિયાન પોલીસે મનીષ પઢિયાર નામના વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે સ્થળ પરથી ઓનલાઈન પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવાતા ડિજિટલ સાધનો પણ કબજે કર્યા છે.પોલીસના જણાવ્યા મુજબ, કાર્યવાહી દરમિયાન 3 લેપટોપ, 2 કેમેરા, મોબાઈલ ફોન સહિતના અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો મળી આવ્યા હતા. આ તમામ મુદ્દામાલને તપાસના ભાગરૂપે કબજે કરવામાં આવ્યો છે.
IT Act અને BNSની કલમો હેઠળ કાર્યવાહી
માંજલપુર પોલીસે આરોપી વિરુદ્ધ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો હોવાનું જણાવાયું છે.હવે પોલીસ સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે. ખાસ કરીને અન્ય વ્યક્તિઓની સંડોવણી, યુવતીઓને આ પ્રવૃત્તિમાં કેવી રીતે લાવવામાં આવતી હતી અને ઓનલાઈન વ્યવહારો સહિતની બાબતો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસની તપાસમાં વધુ ખુલાસાની શક્યતા
આ મામલે પોલીસ દ્વારા જપ્ત કરાયેલા લેપટોપ, કેમેરા અને મોબાઈલ ફોન સહિતના ડિજિટલ સાધનોની તપાસ કરવામાં આવશે. આ તપાસમાંથી ઓનલાઈન પ્લેટફોર્મ પરના સંપર્કો, વ્યવહારો અને અન્ય સંભવિત આરોપીઓ અંગે મહત્વની માહિતી મળી શકે છે.હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ આ કથિત રેકેટ અંગે વધુ વિગતો સામે આવી શકે છે.
આ પણ વાંચો:અમદાવાદમાં અસલાલી પોલીસની આગવી કામગીરી, દરોડો કોલ સેન્ટર પર પાડ્યો અને ગુનો વરલી મટકાનો નોંધ્યો
આ પણ વાંચો:વડોદરામાં બોગસ કોલ સેન્ટર પકડાયું, FBI ના નામે ત્રણ શખ્સો વિદેશીઓને છેતરતા હતા
આ પણ વાંચો:મુંબઈમાં બાંધકામ થઈ રહેલા બિલ્ડીંગમાં ચાલતું કોલ સેન્ટર ઝડપાયું
