Gandhinagar News: ગાંધીનગર જિલ્લામાં નર્મદા કેનાલ (Gandhinagar Narmada Canal)માં ડૂબી જવાના બે અલગ-અલગ બનાવોએ ચિંતા ફેલાવી છે. કુલ ચાર યુવકો પાણીમાં વહાઈ ગયા હતા, જેમાંથી બે યુવકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય બે યુવકોની શોધખોળ હજુ ચાલુ છે.
Gandhinagar Narmada Canal વલાદ પાસે બની દુર્ઘટના
પ્રથમ બનાવ ગતરોજ વલાદ નજીક નર્મદા કેનાલમાં બન્યો હતો. માહિતી મુજબ, યુવકો હાથ-પગ ધોવા માટે કેનાલ પાસે ગયા હતા. આ દરમિયાન એક યુવક લપસી જતા પાણીમાં પડી ગયો અને તેને બચાવવા જતા અન્ય યુવક પણ વહેણમાં ફસાઈ ગયો. આ ઘટનામાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે બીજા યુવકની શોધખોળ ચાલુ છે.
રાયપુર કેનાલમાં બીજી દુર્ઘટના
બીજો બનાવ રાયપુર પાસે નર્મદા કેનાલ (Gandhinagar Narmada Canal)માં બન્યો હતો, જ્યાં બે યુવકો ડૂબ્યા હતા. આ બનાવમાં નિખિલ વાઘેલાની લાશ મળી આવી છે તેના ભાઈની શોધખોળ હજુ ચાલુ છે.
આ દુર્ઘટનામાં સંકળાયેલા અન્ય યુવકોની ઓળખ પણ સામે આવી છે, સુનિલ ભરતભાઈ આંબલીયા (અમદાવાદ)નો મૃતદેહ મળી આવ્યો છે જયારે રોશન જ્યંતિભાઈ આંબલીયા (અમદાવાદ) હજુ પણ લાપતા છે.પોલીસ અને રેસ્ક્યૂ ટીમ દ્વારા રોશન આંબલીયાની શોધખોળ તેજ કરવામાં આવી છે.
બચાવ કામગીરી ચાલુ
સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો દ્વારા કેનાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. પાણીના તેજ વહેણને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.
આ પણ વાંચો:યાત્રા બની શોકાંતિકા! વડોદરાના બે શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબ્યા,
આ પણ વાંચો:ખેડાના ગળતેશ્વર નજીક 3 યુવકો નર્મદા કેનાલમાં ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો, બેની શોધખોળ ચાલુ
આ પણ વાંચો:નભોઈ કેનાલમાં ખાબકી કાર, પાંચ ડૂબ્યા: બેના લોકોના મળ્યા મૃતદેહ
