Gandhinagar News/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel)ની આ પહેલથી આદિજાતિ વિસ્તારોમાં વિકાસના નવા દ્વાર ખુલતા “સબકા સાથ, સબકા વિકાસ”નો ધ્યેય સાકાર થશે…

Gujarat Gandhinagar
CM Patel, VKY, આદિજાતિ ગામો, રસ્તાઓ

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Patel) રાજ્યના અંબાજીથી ઉમરગામ (Ambaji to Umargam) સુધીના સમગ્ર આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપતાં, ગામડાઓ સુધી પાયાની સુવિધાઓને વધુ સુલભ બનાવવા માટેનો એક મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી (CM Patel) દ્વારા માર્ગો તેમજ સ્ટ્રકચર નિર્માણ માટે રૂ. 362 કરોડના કામોને મંજૂરી

વનબંધુ કલ્યાણ યોજના (Vanbandhu Kalyan Yojana, VKY) હેઠળ આદિજાતિ ગામોની શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે જોડતા માર્ગો તેમજ સ્ટ્રકચર નિર્માણ માટે રૂ. 362 કરોડના કામોને મંજૂરી આપી.

મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં, આદિજાતિ વિસ્તારોના ગામોની શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને પાકા રસ્તાઓથી જોડવા માટે 325.81 કિ.મી. લંબાઈના કામો તેમજ સ્ટ્રકચર નિર્માણના કામો મળીને 293 કામો માટે કુલ 362.57 કરોડ મંજૂર કર્યા છે.

CM Patel, VKY, આદિજાતિ ગામો, રસ્તાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ની પ્રેરણાથી શરૂ થયેલી વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત, આદિજાતિ સમુદાયો (Adijati Communities)ને શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સેવાઓ સરળ અને સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવાના હેતુસર મુખ્યમંત્રીએ આ કામો મંજૂર કર્યા છે.

આદિજાતિ વિસ્તારોમાં નવા રસ્તાઓ (Roads)નું નિર્માણ થવાથી વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં સરળતા થશે.

એટલું જ નહિે, આકસ્મિક પરિસ્થિતિમાં દર્દીઓ (Patients)ને નજીકના આરોગ્ય કેન્દ્ર સુધી ઝડપથી પહોંચાડી શકાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની આ પહેલથી આદિજાતિ વિસ્તારોમાં વિકાસના નવા દ્વાર ખુલતા “સબકા સાથ, સબકા વિકાસ”નો ધ્યેય પણ સાકાર થશે.


આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદિજાતિ વિસ્તાર નર્મદા જિલ્લામાં રોડ કનેક્ટિવીટી વધુ સુદ્રઢ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય…

આ પણ વાંચો: દાંતા રોડ વિકાસને વેગ: 148 કિમી માટે ₹246 કરોડ, અંબાજી માર્ગ માટે ₹9.80 કરોડ મંજૂર

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત “એક પેડ માં કે નામ” વૃક્ષારોપણ અભિયાનનું એક વર્ષ