Surat News/ સુરતમાં કાર ચાલકની બેદરકારીને કારણે તોતિંગ ગેટ પડતાં 4 વર્ષની બાળકીનું મોત

સુરતમાં કુંભારીયા ગામની સુડા સહકાર રેસીડેન્સીમાં એક 4 વર્ષની બાળકી પર દરવાજો પડતાં તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

Top Stories Gujarat Surat

Surat news: સુરત (Surat)માં કાર ચાલકની બેદરકારીને કારણે ગેટ પડવાનાં ગેટ પડતાં 4 વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો છે. કાર ચાલકે ફ્લેટની બહારના ગેટને ટક્કર મારી ત્યારે ગેટ બાળકી પર પડ્યો અને તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થયા છે અને પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપી કાર ચાલકને કસ્ટડીમાં લીધો છે.

સુરતમાં કુંભારીયા ગામની સુડા સહકાર રેસીડેન્સીમાં એક 4 વર્ષની બાળકી પર દરવાજો પડતાં તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં કાર ચાલકની બેદરકારીને કારણે ગેટ પડવાનાં ગેટ પડતાં 4 વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો છે. કાર ચાલકે ફ્લેટની બહારના ગેટને ટક્કર મારી ત્યારે તોતિંગ ગેટ બાળકી પર પડ્યો હતો. 4 વર્ષની બાળકીના મૃત્યુ બાદ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

બાળકી ગેટ નજીક રમતી હતી ત્યારે કાર ચાલકે ગેટને ટક્કરમારી હતી. તોતિંગ ગેટ બાળકી પર પડ્યો હતો. ગેટ નીચે દબાતા બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. બાળકીનું મોત નીપજતા નેપાળી પરિવાર શોકમાં ગરકાવ થયો છે.  સુડા આવાસમાં જ રહેતા કાર ચાલક યુવકની બેદરકારીા કારણે રોષે ભરાયેલ સોસાયટીના લોકોએ કારમાં તોડફોડ કરી હતી. રહીશોએ કાર ચાલકને પકડી ગોડાદરા પોલીસને સોંપ્યો છે. ગોડાદરા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં સ્કૂલવાન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી

આ પણ વાંચો:વડોદરાના ડભોઈમાં પાલિકાની બેદરકારીથી યુવક ઈજાગ્રસ્ત, CCTV સામે આવ્યા

આ પણ વાંચો:નવસારીમાં તંત્રની બેદરકારીએ વૃદ્ધનો જીવ લીધો