Bharuch News/ રૂનાડ ગામે વોટરશેડની કામગીરીમાં ગેરરીતિનો માજી સરપંચનો આક્ષેપ

નાણાકીય અનિયમિતતા અને irregularities ના આક્ષેપ સાથે તંત્રની ભૂમિકા સામે સવાલો ઉઠ્યા છે

Gujarat Others
Irregularities

Bharuch News : જંબુસર તાલુકાના રૂનાડ ગામે ચાલી રહેલી વોટરશેડની કામગીરી વિવાદોના ઘેરામાં આવી છે. ગામના માજી સરપંચ રમેશભાઈએ આ કામગીરીમાં ગંભીર પ્રકારની ગેરરીતિ (irregularities )અને ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ કર્યા છે.

ગેરરીતિ(irregularities)  ના આક્ષેપ સાથે તંત્રની ભૂમિકા સામે સવાલો

જેમાં તેમણે વોટરશેડના કામમાં નક્કી કરેલા ધોરણો મુજબ કામ કરવામાં આવતું નથી, એમ કહ્યું હતું. તે સિવાય કામગીરીમાં વહીવટી ખામીઓ, નાણાકીય અનિયમિતતા અને ગેરરીતિ(irregularities)  ના આક્ષેપ સાથે તંત્રની ભૂમિકા સામે સવાલો ઉઠ્યા છે.

રમેશભાઈએ માંગ કરી છે કે આ સમગ્ર પ્રોજેક્ટની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે.માજી સરપંચના આ ખુલાસા બાદ રૂનાડ ગામના રહીશોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

જો તંત્ર દ્વારા યોગ્ય તપાસ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આ મુદ્દો વધુ ગરમાય તેવી શક્યતા છે.


આ પણ વાંચો : તડકેશ્વરમાં રામ ધૂન ગાઈને ભાજપના ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો: અમિત ચાવડા

આ પણ વાંચો : સુરતમાં આયુષ્માન કાર્ડમાં ભ્રષ્ટાચાર, રિન્યુ માટે 4 હજારની માંગ

આ પણ વાંચો : “પહેલા સુરત, હવે મહેસાણા!” ભ્રષ્ટાચારની ટાંકીઓ તૂટવાની તૈયારીમાં? નેતાઓએ તપાસ માટે ઉઠાવ્યો સુર