પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ ગયુ હતુ. તે સમય બાદ 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનનાં એફ-16 લડાકુ વિમાનને નષ્ટ કરનાર ભારતીય વાયુસેનાનાં વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને વીર ચક્રથી સન્માનિત કરી શકાય તેવા સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે. ધ હિન્દુસ્તાન ટાઇમ્સનાં સમાચારો અનુસાર, અભિનંદન સિવાયનાં અન્ય પાઇલટ્સ, જે બાલાકોટની એર સ્ટ્રાઇક ટીમનો એક ભાગ હતા, તેમને ટોચનાં સૈન્ય સન્માનથી નવાજવામાં આવશે. પરમવીર ચક્ર, મહાવીર ચક્ર પછી વીર ચક્ર દેશનો ત્રીજો સર્વોચ્ચ શૌર્ય એવોર્ડ છે.
27 ફેબ્રુઆરીએ, ભારતીય વાયુસેનાનાં વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને પાકિસ્તાનનાં F-16 નો તે સમયે પીછો કર્યો હતો, જ્યારે તે ભારતીય સીમામાં ઘૂસી આવ્યા હતા. 90 સેકન્ડની ડોગ ફાઇટ બાદ અભિનંદનને પાકિસ્તાનનાં F-16 ને ઉડાવી(નષ્ટ) દીધુ હતુ. ભારતીય ઉપમહાદ્વીપનાં આકાશમાં આ ડોગ ફાઇટને માત્ર એક અનોખા પરાક્રમનાં રૂપમાં દેખવામાં નથી આવતુ પરંતુ તે ભારતીય વાયુસેનાનાં પાઇલોટની કુશળતાનું એક ઉત્તમ ઉદાહરણ તરીકે પણ વર્ણવવામાં આવી રહ્યું છે. અભિનંદને રશિયન બનાવટનાં મિગ-21 થી યુએસ નિર્મિત એફ-16 ફાઇટર જેટને ઉડાવ્યુ હતુ. વાયુસેનાનાં નિષ્ણાતો તેને એક મોટી સફળતા માને છે.
બાલાકોટ હવાઈ હુમલોનાં બીજા જ દિવસે, સવારે લગભગ 10 વાગ્યે ભારતીય વાયુસેનાનાં રડાર દ્વારા પાકિસ્તાનની વાયુસેનાનાં વિમાનને ભારતીય સીમામાં પ્રવેશવાની માહિતી આપવામાં આવી હતી. ત્યારે વિવિધ મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતુ કે, પાકિસ્તાન એરફોર્સનાં કાફલામાં 24 લડાકુ વિમાનોનો સમાવેશ હતો. એક પ્રાઇવેટ ચેનલનાં અહેવાલ મુજબ, પાકિસ્તાનની સ્ટ્રાઇક બેડામાં આઠ F-16s, ચાર મિરાજ-3, ચાર ચીની બનાવટ JF-17 “થંડર” ફાઇટર શામિલ હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
