જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને હટાવ્યા બાદ હવે આ વિષય પર બોલિવુડ દ્વારા ફિલ્મ બનાવવાની લાઈન લાગી છે. ઘણા નિર્માતા-નિર્દેશકો આ વિષય પર ફિલ્મ બનાવવાની હોડમાં છે ઘણા આ નામોથી ફિલ્મ બનાવવા માંગે છે પરંતુ એક નામ પર એક જ સમયે બે ફિલ્મો બનાવવામાં આવતી નથી. ત્યારે ફિલ્મ્સનાં નામોને લઈને અંતિમ નિર્ણય લેનાર સંસ્થાએ ઈન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર એસોસિએશને (આઇએમપીપીએ) કહ્યું હતું કે, અત્યાર સુધીમાં 20 થી 30 બોલીવુડ ફિલ્મ નિર્માતાઓએ આ વિષયને લઇને સંપર્ક કર્યો છે. તે એક જ નામની આસપાસ તેમની ફિલ્મનાં ટાઇટલ રાખવા માંગે છે.
આઈએમપીપીએ એ જણાવ્યું કે, ‘આર્ટિકલ 370’ અને આર્ટિકલ A 35 એ નામ પહેલાં જ કેટલાંક નિર્માતાઓએ ફિલ્મ રજિસ્ટર કરાવી લીધી છે. ઉલ્લેખનીય છે કે હમણાં જ ‘આર્ટિકલ 15’ નામની ફિલ્મ આવી હતી. આઈએમપીપીએ કહ્યું છે કે આ બંને ટાઇટલ પરથી ફિલ્મ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. પરંતુ આ ટાઇટલ કોને આપવામાં આવશે, તે થોડા સમય પછી બહાર આવશે. બોલીવુડ નિર્માતાઓ તરફથી આર્ટિકલ 370 અને આર્ટિકલ 35 A નાં ટાઈટલ ન મળવા પર સૌથી વધુ માંગ કાશ્મીર હમારા હૈ ટાઈટલની છે.
આઇએમપીપીએ મુજબ તેઓ પહેલેથી જ ‘ધ એર સ્ટ્રાઈક ઓફ પુલવામાં’, ‘ધ એર સ્ટ્રાઈક’, ‘ઈન્ડિયા સ્ટ્રાઈક બેક’, ’14 ફેબ્રુઆરી 2019 પુલવામા એટેક’, ‘સર્જિકલ સ્ટ્રાઈક 2.0’, ‘સર્જિકલ સ્ટ્રાઈક 2.0 કોડ પુલવામાં’, ‘ઝીરો મર્સી પુલવામાં’, ‘ઈન્ડિયન સ્ટ્રાઇક કોડ પુલવામાં’ અને ‘જોશ ઇઝ હાઇ’ નામના ટાઇટલની નોંધણી કરી ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
