Not Set/ પાકિસ્તાનની અવરચંડાઇ ફરી ઉજાગર, વાઘા બોર્ડર પર સમજૌતા એક્સપ્રેસને રોકાઇ

પાકિસ્તાની મીડિયા અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે દોડતી લાહોર-દિલ્હી સમજૌતા એક્સપ્રેસને પાકિસ્તાનની વાઘા બોર્ડર પર રોકી દેવામાં આવી હતી. આપને જણાવી દઇએ કે, કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા જ પાકિસ્તાન રોષે ભરાયું હતું અને આજે (ગુરુવારે) સમજૌતા એક્સપ્રેસ સેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પહેલા બુધવારે પાકિસ્તાને વડા પ્રધાન ઇમરાન ખાનની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (એનએસસી) […]

World

પાકિસ્તાની મીડિયા અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે દોડતી લાહોર-દિલ્હી સમજૌતા એક્સપ્રેસને પાકિસ્તાનની વાઘા બોર્ડર પર રોકી દેવામાં આવી હતી. આપને જણાવી દઇએ કે, કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા જ પાકિસ્તાન રોષે ભરાયું હતું અને આજે (ગુરુવારે) સમજૌતા એક્સપ્રેસ સેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પહેલા બુધવારે પાકિસ્તાને વડા પ્રધાન ઇમરાન ખાનની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (એનએસસી) ની બેઠક યોજી હતી. ભારત સાથે વ્યાપારિક સંબંધો તોડવાનો અને દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો.

બુધવારનાં રોજ પાકિસ્તાને ભારત સાથેનાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવાનું નક્કી કર્યું, અને સાથે નિર્ણય કર્યો કે તે ભારત સાથેનાં તેના ડિપ્લોમેટિક સંબંધોને ઘટાડશે. આ સિવાય કાશ્મીર પર ભારતની કાર્યવાહી અંગે ભારત સુરક્ષા મંડળ સહીત યુએન પાસે આ મુદ્દો ઉઠાવશે. ભારત સાથેનો વ્યવસાય અને બસ સેવા બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

આ સિવાય, પાકિસ્તાન 15 ઓગષ્ટનાં રોજ ભારતનાં સ્વતંત્રતા દિવસને બ્લેક ડે તરીકે જાહેર કરશે. પાકિસ્તાને ભારતનાં હાઈ કમિશનરને ત્યાંથી પરત મોકલવાનો આદેશ આપ્યો છે. તેઓ તેમના હાઈ કમિશનરને ભારતમાં યથાવત રાખશે નહી. કેટલાક અહેવાલો અનુસાર, પાકિસ્તાન વાઘા-અટારી બોર્ડર પણ બંધ કરી શકે છે.

કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ 370, તાજેતરમાં ભારતીય સંસદ દ્વારા રદ્દ કરવામાં આવી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, કલમ 370 સાથે જોડાયેલા તાજેતરનો ઘટનાક્રમ ભારતની આંતરિક બાબત છે. વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ભારતનું બંધારણ હંમેશાં સાર્વભૌમ બાબત રહ્યું છે અને તેમ જ રહેશે. આપણા ક્ષેત્રમાં દખલ કરવા અને ચિંતાજનક ફોટા રજૂ કરવાનું પાકિસ્તાનનું આ પગલું ક્યારેય સફળ નહીં થાય.

ભારત સરકારે પાકિસ્તાને જાહેર કરેલા પગલાઓની નિંદા કરી છે. પાકિસ્તાને ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોને લઈને કેટલાક એકપક્ષીય નિર્ણયો લીધા છે. આમા આપણા ડિપ્લોમેટિક સંબંધોનાં સ્તરને કાપવાનો સમાવેશ થાય છે. આશ્ચર્યજનક વાત નથી કે જમ્મુ-કાશ્મીરને લગતી આવી ઘટનાઓને પાકિસ્તાનમાં નકારાત્મક દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે અને આ ભાવનાઓનો ઉપયોગ સરહદ પર ચાલી રહેલા આતંકવાદને ન્યાયી ઠેરવવા માટે કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.