Not Set/ ધાનેરા : જીવના જોખમે અભ્યાસ કરવા મજબુર શાળાના બાળકો

ધાનેરા, બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકામાં ટ્રાફિક પોલીસની હાજરીમાં જ શાળામાં અભ્યાસ કરતા માસુમ બાળકો કરી રહ્યા છે મોત ની સવારી. સ્કૂલવાનના ચાલકો આરટીઓના નિયમોને નેવે મૂકી ને ઘેટા બકરાની જેમ બાળકોને વાહનમાં બેસાડીને શાળાએ લાવવા અને લઇ જવાનું કામ કરી રહ્યા છે. તો, બીજી બાજુ જુદા-જુદા પીક ડાલા, રીક્ષા અને છકડામાં ખુલે આમ બાળકો મોતને […]

Gujarat Others

ધાનેરા,

બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકામાં ટ્રાફિક પોલીસની હાજરીમાં જ શાળામાં અભ્યાસ કરતા માસુમ બાળકો કરી રહ્યા છે મોત ની સવારી. સ્કૂલવાનના ચાલકો આરટીઓના નિયમોને નેવે મૂકી ને ઘેટા બકરાની જેમ બાળકોને વાહનમાં બેસાડીને શાળાએ લાવવા અને લઇ જવાનું કામ કરી રહ્યા છે. તો, બીજી બાજુ જુદા-જુદા પીક ડાલા, રીક્ષા અને છકડામાં ખુલે આમ બાળકો મોતને હાથમાં લઈને શાળાકીય અભ્યાસ કરી રહ્યા છે.

સ્કૂલના ગેટ પાસેથી જ આ પ્રકારના વાહનોમાં વિધ્યાર્થીને બેસાડવામાં આવે છે. છતાય શાળા પ્રશાશન,  શિક્ષણ વિભાગ અને ટ્રાફિક વિભાગ જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ ને બેઠું હોય તેમ મૌન પાળી ને બેઠું છે. અને બીચાર નિર્દોષ બાળકો જીવના જોખમે આવી મુસાફરી કરવા મજબુર બન્યા છે.

સતત સુરક્ષા ના દાવ કરતું પોલીસ, અને સરકારી તંત્ર આંખે જાણે કે પાટા બાંધીને બેઠું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.