Not Set/ World Cup 2019 : ઈંગ્લેન્ડનો વિશ્વકપ ખિતાબ શું ખતરામાં છે? એમસીસી કરશે પૂરી તપાસ

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ની ફાઇનલની રોમાંચક ક્રિકેટ મેચ ચાહકો આજે પણ ભૂલી શકતા નથી. આ ઐતિહાસિક મેચમાં એક થ્રો એવો હતો, જેણે રોમાંચને પરાકાષ્ઠાએ પહોંચાડ્યો હતો. આ થ્રો ન્યૂઝીલેન્ડનાં માર્ટિન ગુપ્ટિલે મિડવીકેટ બાઉન્ડ્રીથી ફેંક્યો હતો, જે ડાઇવ લગાવાનાર સ્ટોક્સનાં બેટ સાથે અથડાઇને બાઉન્ડ્રી લાઇનની આગળ પહોચી ગયો હતો. મેરીલિબન ક્રિકેટ ક્લબ (એમસીસી) એ […]

Uncategorized

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ની ફાઇનલની રોમાંચક ક્રિકેટ મેચ ચાહકો આજે પણ ભૂલી શકતા નથી. આ ઐતિહાસિક મેચમાં એક થ્રો એવો હતો, જેણે રોમાંચને પરાકાષ્ઠાએ પહોંચાડ્યો હતો. આ થ્રો ન્યૂઝીલેન્ડનાં માર્ટિન ગુપ્ટિલે મિડવીકેટ બાઉન્ડ્રીથી ફેંક્યો હતો, જે ડાઇવ લગાવાનાર સ્ટોક્સનાં બેટ સાથે અથડાઇને બાઉન્ડ્રી લાઇનની આગળ પહોચી ગયો હતો. મેરીલિબન ક્રિકેટ ક્લબ (એમસીસી) એ સોમવારે કહ્યું હતું કે, ઓવર થ્રોની સમીક્ષા સપ્ટેમ્બરમાં કરવામાં આવશે.

ઓવર થ્રો નિયમએ એમસીસીનું ધ્યાન ખેંચ્યું કારણ કે, ન્યૂઝીલેન્ડની ટીમ છેલ્લી ઓવરમાં થ્રો દ્વારા મળેલા ચાર રનથી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડને તેનાથી મદદ મળી અને સુપર ઓવર બાદ તેઓએ વધુ બાઉન્ડ્રીનાં આધારે આ ખિતાબ જીત્યો.

એમસીસીએ પોતાના નિવેદનમાં કહ્યું, ‘વર્લ્ડ ક્રિકેટ કમિટી (ડબ્લ્યુસીસી) ઓવર થ્રોને લગતા કાયદા 19.8 ને ધ્યાનમાં લે છે. આ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ની ફાઈનલને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. ડબલ્યૂડબલ્યૂસીસીનું માનવું છે કે કાયદો સ્પષ્ટ છે, પરંતુ સપ્ટેમ્બર 2019 માં આ મામલાની કાયદાની પેટા સમિતિ દ્વારા સમીક્ષા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, એમસીસીનાં આ નિવેદનથી ઇંગ્લેન્ડનાં વર્લ્ડ કપનાં ખિતાબને કોઈ નુકસાન થતુ દેખાઇ રહ્યુ નથી, જે ચાહકો માટે સારી વાત છે. જો કે તે જોવાનું બાકી છે કે સપ્ટેમ્બરમાં એમસીસી શું નિર્ણય લેશે.

ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડનાં 241 રનનો પીછો કરતી વખતે છેલ્લા ત્રણ બોલમાં 9 રનની જરૂર હતી. ત્યારે માર્ટિન ગુપ્ટિલે બાઇન્ડ્રી લાઇન પરથી એક થ્રો માર્યો જે સ્ટોક્સનાં બેટને અડી બાઉન્ડ્રી લાઇનને પાર કરી ગયો. તે સમયે ઓન-ફિલ્ડ એમ્પાયર કુમાર ધર્મસેના અને મરેસ ઇરાસમસે ઇંગ્લેન્ડને 6 રન આપ્યા હતા, કારણ કે ચાર રન બાઉન્ડ્રીનાં મળ્યા હતા જ્યારે બે રન બેટ્સમેનોએ લીધા હતા.

આઇસીસીનાં ભૂતપૂર્વ એલિટ પેનલ એમ્પાયર સિમોન ટોફેલે કહ્યું કે, નિયમો અનુસાર એમ્પાયરે ઇંગ્લેન્ડને 6 ની જગ્યાએ 5 રન આપવા જોઈતા હતા, કારણ કે ગુપ્ટિલે ડીપથી થ્રો કર્યો હતો ત્યારે બંને બેટ્સમેન ક્રોસ કરી શક્યા ન હતા. ઇંગ્લેન્ડનાં પૂર્વ બેટ્સમેન માઇક ગેટિંગની અધ્યક્ષતાવાળી એમસીસી વર્લ્ડ ક્રિકેટ કમિટી રવિવાર અને સોમવારે લોર્ડ્સમાં મળી હતી. પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પણ આ પેનલનો ભાગ હતા, પરંતુ અંગત કારણોસર તે બેઠકમાં ભાગ લઈ શક્યા ન હોતા. એવા અહેવાલો આવ્યા છે કે ગાંગુલીની માતાની તબિયત સારી નથી અને હાલમાં ભારતીય ભૂતપૂર્વ કેપ્ટન ઘરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.