Not Set/ એકતા કપૂરે માની પોતાની ભૂલ, વેબ સીરીઝ XXX 2 પરથી હટાવ્યો વિવાદિત સીન

એકતા કપૂરને ટેલિવિઝન અને વેબ સિરીઝની ક્વિન માનવામાં આવે છે. જ્યારે લોકોને વેબ સિરીઝનો અર્થ પણ બરાબર ખબર ન હતો, ત્યારે તે ડિજિટલ વર્લ્ડમાં છાપ છોડી ચુકી હતી. એકતા કપૂરની વેબ સિરીઝ ગંદી બાત અને ટ્રિપલ એક્સ ઘણા વિવાદોમાં રહી હતી, 2015 માં આવેલી આ સિરીઝમાં ખૂબ જ બોલ્ડ સીન બતાવવામાં આવ્યા હતા. એકતા કપૂરે […]

Uncategorized

એકતા કપૂરને ટેલિવિઝન અને વેબ સિરીઝની ક્વિન માનવામાં આવે છે. જ્યારે લોકોને વેબ સિરીઝનો અર્થ પણ બરાબર ખબર ન હતો, ત્યારે તે ડિજિટલ વર્લ્ડમાં છાપ છોડી ચુકી હતી. એકતા કપૂરની વેબ સિરીઝ ગંદી બાત અને ટ્રિપલ એક્સ ઘણા વિવાદોમાં રહી હતી, 2015 માં આવેલી આ સિરીઝમાં ખૂબ જ બોલ્ડ સીન બતાવવામાં આવ્યા હતા.

એકતા કપૂરે આ પછી 2020 માં XXX ની બીજી સીઝનને રિલીઝ કરી છે. તેની વેબ સીરીઝ XXX-2 માં પણ એક સીન મૂકીને તેણે વિવાદ ઉભો કર્યો છે. આ વિવાદ હાલમાં ઘણો વધ્યો છે. દેશની સૈન્ય સાથે સંકળાયેલી આ સિરીઝમાં એક દ્રશ્ય મૂકવામાં આવ્યુ છે. આ દ્રશ્યનાં કારણે એકતા કપૂર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એકતા કપૂર પર દેશની સેનાનું અપમાન કરવાનો આરોપ મૂકાયો હતો. સતત વધી રહેલા વિવાદને ધ્યાનમાં લેતા, એકતા કપૂરે પોતાની ભૂલ સ્વીકારી અને વિવાદિત દ્રશ્યને વેબ સીરીઝ XXX 2 થી દૂર કરી દીધો છે. સાથે જ એકતા કપૂરે સોશિયલ મીડિયા પર તે લોકોને પણ એક અરીસો બતાવ્યો જે તેની સાથે દુષ્કર્મની ધમકી આપી રહ્યા હતા.

આ કેસમાં એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર સામે હિન્દુસ્તાની ભાઉ વિકાસ પાઠક જે યુટ્યુબ અને બિગ બોસનાં સ્પર્ધક હતા તેમણે ફરિયાદ નોંધાવી હતી. એકતા કપૂર કહે છે કે આ ફરિયાદ બાદથી તેને અને તેની માતાને દુષ્કર્મની ધમકીઓ મળી રહી છે. સોશિયલ મીડિયા પર તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. એકતા કપૂરે કહ્યું, ‘આ શખ્સ જે પોતાને ખૂબ દેશભક્ત માને છે, તે બહાર આવે અને મારી માતા અને મને અપશબ્દો આપ્યા. અને હવે, તેમણે મને સોશિયલ મીડિયા પર દુષ્કર્મની ધમકી આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.