Not Set/ ઓટો સેક્ટરમાં મંદીનો માહોલ, ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહનની દેખાઇ રહી છે અસર

ઓટો ઉત્પાદકોની સંસ્થા સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) નાં તાજેતરનાં ડેટા અનુસાર, સતત નવમા મહિનામાં એટલે કે જુલાઈ 2019 માં પેસેન્જર વાહનોનાં વેચાણમાં લગભગ 31 ટકાનો ઘટાડો થયો છે. જુલાઈમાં પેસેન્જર વાહનોનું વેચાણ 30.98 ટકાથી ઘટીને 2,00,790 યુનિટ્સ રહ્યું છે, જે પાછલા વર્ષનાં 2,90,931 પેસેન્જર વાહનોની તુલનામાં સામે આવેલ છે. સમીક્ષાનાં સમયગાળા દરમિયાન ઘરેલું […]

Tech & Auto

ઓટો ઉત્પાદકોની સંસ્થા સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) નાં તાજેતરનાં ડેટા અનુસાર, સતત નવમા મહિનામાં એટલે કે જુલાઈ 2019 માં પેસેન્જર વાહનોનાં વેચાણમાં લગભગ 31 ટકાનો ઘટાડો થયો છે. જુલાઈમાં પેસેન્જર વાહનોનું વેચાણ 30.98 ટકાથી ઘટીને 2,00,790 યુનિટ્સ રહ્યું છે, જે પાછલા વર્ષનાં 2,90,931 પેસેન્જર વાહનોની તુલનામાં સામે આવેલ છે.

સમીક્ષાનાં સમયગાળા દરમિયાન ઘરેલું બજારમાં કારનું વેચાણ 35.95 ટકાથી ઘટીને 1,22,956 વાહનો નોંધાયુ છે, જે જુલાઈ 2018 માં 1,91,979 વાહનો સામે હતું. સમીક્ષાનાં સમયગાળા દરમિયાન વાહનોનાં વેચાણમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને તે ગયા વર્ષનાં જુલાઇમાં 76,545 વાહનોની સરખામણીએ ૨5.71 ટકાથી ઘટીને, 56,866 વાહનો પર પહોંચી ગયેલ છે. જુદી જુદી કેટેગરીમાં કુલ વાહનોનું વેચાણ 18.71 ટકા ઘટીને 18,25,148 વાહનો રહ્યું હતું, જે જુલાઈ 2018 માં 22,45,223 વાહનો હતું. સિયામ મુજબ જુલાઈમાં વાહનની બધી કેટેગરીમાં ઘટાડો નોંધાયો હતો.

ગયા મહિને મોટરસાયકલનું ઘરેલું વેચાણ 9,33,996 યુનિટ હતું, જે જુલાઇ 2018 નાં 11,51,324 યુનિટનાં વેચાણ કરતા 18.88 ટકા ઓછું છે. જુલાઇમાં કુલ ટૂ-વ્હિલરનું વેચાણ 15,11,692 વાહનોનું હતું, જે જુલાઇ 2018 માં 16.82 ટકા એટલે કે 18,17,406 વાહનો રહ્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.