Not Set/ કાશ્મીરીઓને એક સેકન્ડ પણ જીવવાનો અધિકાર નથી : તારિક પીરઝાદા

સામાન્ય રીતે ન્યૂઝ ચેનલોમાં જોવા મળતા પાકિસ્તાની સ્કોલર તારિક પીરઝાદાએ જમ્મુ-કાશ્મીરને લઇને ભડકાઉ નિવેદન આપ્યું છે. પીરઝાદાનું કહેવુ છે કે, જમ્મુ-કાશ્મીરમાં જે હિન્દુઓ જમીન ખરીદે છે તેમને બીજુ જીવન જીવવાનો અધિકાર નથી. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન જાણે પાગલ કૂતરાની જેમ વર્તન કરી રહ્યુ છે. ટીવી ચેનલોનાં નેતાઓ અને એંકરો સતત ભારત વિરુદ્ધ ભડકાઉ […]

India

સામાન્ય રીતે ન્યૂઝ ચેનલોમાં જોવા મળતા પાકિસ્તાની સ્કોલર તારિક પીરઝાદાએ જમ્મુ-કાશ્મીરને લઇને ભડકાઉ નિવેદન આપ્યું છે. પીરઝાદાનું કહેવુ છે કે, જમ્મુ-કાશ્મીરમાં જે હિન્દુઓ જમીન ખરીદે છે તેમને બીજુ જીવન જીવવાનો અધિકાર નથી. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન જાણે પાગલ કૂતરાની જેમ વર્તન કરી રહ્યુ છે. ટીવી ચેનલોનાં નેતાઓ અને એંકરો સતત ભારત વિરુદ્ધ ભડકાઉ ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. તારિક પીરઝાદાનાં આ નિવેદન પર શિવસેનાનાં નેતા પ્રિયંકા ચતુર્વેદીએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે.

પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ પર લાઇવ ચર્ચામાં પીરઝાદાએ કહ્યું હતું કે, “એ કહેવું મુશ્કેલ નથી કે જો કોઈ હિન્દુને કાશ્મીર લાવવામાં આવ્યો અને (જમીન) ખરીદવામાં આવી, તો અમે પાકિસ્તાની કાશ્મીરીઓને કહીએ છીએ કે તેઓને એક સેકંડ પણ જીવવાનો અધિકાર નથી.” યહુદીઓએ ફિલિસ્તીન પર જે રીતે જમીન પર કબડો કર્યો હતો તેમ તમારી જમીન પણ કબજે કરવામાં આવશે. કાશ્મીરની વર્તમાન સ્થિતિ ફિલિસ્તીનથી પણ ખરાબ છે. ‘

તારિક પીરઝાદાનાં નિવેદન પર સખત પ્રતિક્રિયા આપતા શિવસેનાનાં નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, પીરઝાદાનાં નિવેદનથી મને આશ્ચર્ય નથી. આ માનસિકતાને કારણે પાકિસ્તાનમાં મુસ્લિમોની સંખ્યામાં એક ટકાનો ઘટાડો થયો છે, પરંતુ મને આશ્ચર્ય થાય છે કે ભારતીય ન્યૂઝ ચેનલો કેમ આવા ઝેર ફેલાવતા નિવેદનોને મહત્વ આપી રહ્યા છે? ‘

કાશ્મીરમાં અનેક સૈન્ય કાર્યવાહીમાં શામિલે નિવૃત્ત મેજર ગૌરવ આર્યએ ટ્વિટ કરીને કહ્યું કે, પાકિસ્તાનની રચના હિંદુઓ વિરુદ્ધ નફરતનો આધાર હતો. જ્યારે કોઈ દેશની વિચારધારા દ્વેષથી ભરેલી હોય છે, ત્યારે તે ક્યારેય પ્રગતિ કરી શકતી નથી. દ્વેષ તમને અતાર્કિક બનાવે છે. તે તમને નાના બનાવે છે. તે તમને તારિક પીરઝાદા બનાવે છે. ‘

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.