આજે શ્રીદેવીનો જન્મદિવસ છે. દિવગંત એક્ટ્રેસ શ્રીદેવી તેમના પરિવારજનો, ચાહકો અને બોલિવૂડ સેલેબ્સ યાદ કૃ રહ્યાં છે. શ્રીદેવીને મેડમ તુસાદ સિંગાપુરે ખાસ શ્રદ્ધાંજલિ આપી છે. મેડમ તુસાદ સિંગાપુરે શ્રીદેવી 56 ના જન્મદિવસ પર તેમનુ વેક્સ સ્ટેચ્યુ લોન્ચનું એલેન કર્યું છે. શ્રીદેવીની આ મોમની પુતળાને શ્રીદેવીની યાદમાં બનાવમાં અવાયું છે.
આ મોમનું પૂતળૂ ખૂબ જ વિશેષ છે. 20 નિષ્ણાંત કલાકારોની ટીમે શ્રીદેવીના પરિવાર સાથે તેમના પોજ એક્સપ્રેશન મેકઅપ અને આઇકોનિક આઉટફિટને રિક્રીએટ કરવા માટે પાંચ મહિના સુધી કામ કર્યું. અભિનેત્રીના વેક્સ સ્ટેચ્યુ સાથે જોડાયેલી વિગતો અનુસાર શ્રીદેવીના આઉટફીટને રિક્રિએટ કરવામાં સૌથી પડકારજનક લાગ્યું હતું. શ્રીદેવીનો ક્રાઉન, ક્ફ્સ, ઇયરિંગ્સ અને ડ્રેસમાં 3 ડી પ્રિન્ટ અનેક ટેસ્ટ બાદ પૂર્ણ થયા હતા.
મળતી માહિતી મુજબ મિસ્ટર ઈન્ડિયાના આઇકનિક ગીત હવા હવાઈ માં જે લૂક શ્રીદેવીનો બતાવમાં આવ્યો છે તે જે લૂકમાં વેક્સ સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવ્યું છે ડ્રેસ અપ, ક્રાઉન, મેકઅપ, હેરસ્ટાઇલ, હવાઈ હવાઈના લુક જેવુ ખેવમાં આવી રહ્યું છે.શ્રીદેવીના આ વેક્સ સ્ટેચ્યુ સપ્ટેમ્બરની શરૂઆતમાં તેના પતિ બોની કપૂર, જહાનવી અને ખુશી કપૂર દ્વારા સત્તાવાર રીતે લોંચ કરવામાં આવશે. પત્નીને આપવામાં આવેલા આ સન્માનથી બોની કપૂર ખૂબ જ ખુશ છે.
મેડમ તુસાદ સિંગાપોરના જનરલ મેનેજર એલેક્સ વાર્ડે જણાવ્યુ હતું કે “શ્રીદેવી ભારતીય સિનેમાની આઇકોન છે.” તેમના વિના અલ્ટીમેટ ફિલ્મ સ્ટાર એક્સપિરિયન્સ ઝોન અધૂરું છે. અમને ખુશી છે કે મેડમ તુસાદમાં શ્રીદેવીની લિગેસીને જ્ગ્યા મળી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
