રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનાં તુગલકાબાદ વિસ્તારમાં સંત રવિદાસનાં મંદિરને તોડી પાડ્યા બાદ વિરોધ પ્રદર્શન શાંત થવાનુ નામ જ નથી લઇ રહ્યો. પંજાબનાં ઘણા ભાગોમાં સામાન્ય જનજીવનને ભારે અસર પહોંચી હતી. વિરોધ કરનારાઓએ 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસને ‘બ્લેક ડે’ તરીકે ઉજવવાની વાત પણ કરી હતી. આમાં પંજાબનાં કોંગ્રેસનાં સાંસદ શમશેર સિંહ ડુલ્લો શામેલ છે, જેમણે રાષ્ટ્રીય રાજધાનીમાં રવિદાસ મંદિરનાં ધ્વંસને કારણે સ્વતંત્રતા દિવસની ઉજવણી નહીં મનાવવા કહ્યું છે.
ડુલોએ દલિતો, અનુસૂચિત જાતિનાં સાંસદો, ધારાસભ્યો અને સમુદાયનાં અન્ય સભ્યોને 15 ઓગષ્ટે સ્વતંત્રતા દિવસ ન ઉજવવા, અને તે દિવસને ‘બ્લેક ડે’ તરીકે મનાવવાની અપીલ કરી હતી. પંજાબનાં કોંગ્રેસનાં સાંસદની આ અપીલ એટલા માટે મહત્વની બની છે કારણ કે રાજ્યનાં મુખ્યમંત્રી અમરિંદર સિંહ સમયે-સમયે જે પ્રકારનાં નિવેદનો આપે છે તે તેમની રાષ્ટ્રવાદી વિચારસરણીને દર્શાવે છે, પરંતુ તેમના રાજ્યનાં સાંસદ ડુલ્લોએ એકદમ અલગ જ લાઇન પકડી છે. આને રાજ્યનાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર માટે મોટી શરમજનક વાત તરીકે જોવામાં આવે છે.
દિલ્હીનાં સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે સોમવારે આરોપ લગાવ્યો હતો કે, દિલ્હી વિકાસ ઓથોરિટી (ડીડીએ) એ શનિવારે તુગલકાબાદ વિસ્તારમાં આવેલ મંદિરને તોડી પાડ્યું હતું. આ પોલીસ દળની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યાંથી મૂર્તિને લઇ જવામાં આવી હતી. જોકે, ડીડીએનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટનાં નિર્દેશન મુજબ આ માળખાને તોડી પાડવામાં આવ્યું હતું. ડીડીએ આ માટે મંદિર શબ્દ પણ વાપર્યો ન હતો.
કોંગ્રેસે આને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે અને આરોપ લગાવ્યો છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર ‘દલિત વિરોધી’ છે. પાર્ટીએ દિલ્હીનાં તુગલકાબાદ વિસ્તારમાં આવેલા ગુરુ રવિદાસ મંદિરનાં પુનર્નિર્માણની પણ માંગ કરી હતી. તે જ સમયે, કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર આ મામલાને હલ કરવા અને વૈકલ્પિક સ્થાનને ઓળખવા માટે પ્રતિબદ્ધ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
