Not Set/ ભાજપનાં MLA એ CAA નો વિરોધ કરી રહેલા કોંગ્રેસી નેતાઓને ગણાવ્યા દેશનાં દુશ્મન

ભારતીય જનતા પાર્ટીનાં ધારાસભ્ય મદન દિલાવારે કહ્યું છે કે, નાગરિકત્વ કાયદાનો વિરોધ કરી રહેલા અને તેમનુ સમર્થન આપતા રાહુલ ગાંધી જેવા લોકો દેશદ્રોહી છે. આ લોકોને પાકિસ્તાન કે બાંગ્લાદેશ મોકલવા જોઈએ. રાજસ્થાનની રામગંજ મંડી વિધાનસભા બેઠકનાં ભાજપનાં ધારાસભ્ય, મદન દિલાવરે કહ્યું કે, સીએએનાં વિરોધીઓને ટેકો આપી રહેલા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી દેશનાં […]

Top Stories India

ભારતીય જનતા પાર્ટીનાં ધારાસભ્ય મદન દિલાવારે કહ્યું છે કે, નાગરિકત્વ કાયદાનો વિરોધ કરી રહેલા અને તેમનુ સમર્થન આપતા રાહુલ ગાંધી જેવા લોકો દેશદ્રોહી છે. આ લોકોને પાકિસ્તાન કે બાંગ્લાદેશ મોકલવા જોઈએ. રાજસ્થાનની રામગંજ મંડી વિધાનસભા બેઠકનાં ભાજપનાં ધારાસભ્ય, મદન દિલાવરે કહ્યું કે, સીએએનાં વિરોધીઓને ટેકો આપી રહેલા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી દેશનાં દુશ્મન છે.

મદન દિલાવરે કહ્યું કે, જે લોકો નાગરિકત્વ કાયદાનાં વિરોધને લઈને દેશને બાળી રહ્યા છે, પોલીસની હત્યા કરી રહ્યા છે અને જેઓ તેમનું સમર્થન કરી રહ્યા છે, તે દેશનાં દુશ્મન છે, પછી તે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અથવા રાહુલ ગાંધી ભલે હોય. આ લોકોને દેશમાં રહેવાનો કોઇ અધિકાર નથી. જો તેઓ પાકિસ્તાનને ચાહે છે તો તેઓએ ત્યાં ચાલ્યા જવું જોઈએ, જો તેઓ બાંગ્લાદેશને ચાહે છે તો તેઓએ ત્યાં ચાલ્યા જવું જોઈએ. જો બંને દેશો તેમને ન લે તો આ લોકોએ હિંદ મહાસાગરમાં ડૂબી જઇને મરી જવુ જોઇએ. ગત ભાજપ સરકારમાં મંત્રી રહી ચૂકેલા મદન દિલાવારે તાજેતરમાં રાજસ્થાનમાં દુષ્કર્મની ઘટના અંગે કહ્યું હતું કે, હાલની કોંગ્રેસ સરકાર દુષ્કર્મીઓને સુરક્ષા આપી રહી છે. રાજ્યનાં સારા લોકોએ ભાજપને મત આપ્યો છે. જે લોકોએ કોંગ્રેસને મત આપ્યો છે તે દુષ્કર્મી, બદમાશ અને સમાજનું વિભાજન કરનારા છે.

આપને જણાવી દઇએ કે, આ મહિનામાં સંસદ દ્વારા પસાર કરાયેલ વિવાદિત નાગરિકતા સુધારો કાયદાનો દેશભરમાં ભારે વિરોધ થઇ રહ્યો છે. અસમ, મેઘાલય, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, રાજસ્થાન, ઉત્તર પ્રદેશનાં અનેક શહેરોમાં પણ આ કાયદાની વિરુદ્ધ કરવામાં આવેલી જુલુસમાં હિંસા પણ થઈ છે. પ્રદર્શનોમાં 20 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ કાયદામાં  પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનાં હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયોનાં શરણાર્થીઓને નાગરિકત્વ આપવાની દરખાસ્ત છે. લોકો ધર્મ આધારીત નાગરિકતાની જોગવાઈને લઈને રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.