Not Set/ નાણામંત્રી અરૂણ જેટલીએ રજુ કર્યું સામાન્ય બજેટ, જુઓ બજેટની ખાસ અપડેટ

દિલ્હી નાણાંમંત્રી અરૂણ જેટલીએ આજે અગિયાર વાગ્યે સસંદભવન પહોંચીને સામાન્ય બજેટ રજુ કર્યું હતું. બજેટ રજુ કરતાં પહેલાં નાણામંત્રી પ્રેસીડન્ટ રામનાથ કોવિંદને મળ્યા હતા. તેમજ બજેટ અગાઉ કેબિનેટની મીટીંગ પણ મળી હતી, જેમાં મંત્રીમંડળના સભ્યો હાજર રહ્યાં હતા અને બજેટને મંજુર કરવામાં આવ્યું હતું. લોકસભાની આવનારી ચૂંટણી પહેલાનું અંતિમ બજેટ છે ત્યારે સામાન્ય માણસોને ફાયદો […]

Top Stories

દિલ્હી

નાણાંમંત્રી અરૂણ જેટલીએ આજે અગિયાર વાગ્યે સસંદભવન પહોંચીને સામાન્ય બજેટ રજુ કર્યું હતું. બજેટ રજુ કરતાં પહેલાં નાણામંત્રી પ્રેસીડન્ટ રામનાથ કોવિંદને મળ્યા હતા. તેમજ બજેટ અગાઉ કેબિનેટની મીટીંગ પણ મળી હતી, જેમાં મંત્રીમંડળના સભ્યો હાજર રહ્યાં હતા અને બજેટને મંજુર કરવામાં આવ્યું હતું. લોકસભાની આવનારી ચૂંટણી પહેલાનું અંતિમ બજેટ છે ત્યારે સામાન્ય માણસોને ફાયદો થાય તેવું બજેટ રજુ કરવામાં આવ્યું હતું.

અરૂણ જેટલીના ભાષણની હાઇલાઇટ્સ

-ડિપોઝિટ પર મળતી છૂટ 10 હજાર રુપિયાથી વધીને 50,000 રુપિયા થઈ

-ઈનકમ ટેક્સમાં લઘુત્તમ છૂટની સીમામાં કોઈ પરિવર્તન નહી

– ઈનકમ ટેક્સમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન અંતર્ગત મળશે 40,000 રુપિયાની છૂટ

-કૃષિ ઉત્પાદન સાથે જોડાયેલી કંપનીઓને ટેક્સ રાહતની જાહેરાત

-નોકરિયાતોને રાહત આપવામાં આવી, વાર્ષિક 2.90 લાખ સુધી કોઈ ટેક્સ નહીં.

– 40,000 સુધી સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે.

– ડિપોઝિટ પર મળતી છૂટમાં વધારો થયો

– ડિપોઝિટ પર મળતી છૂટ 10 હજારથી વધારીને 50,000 સુધી કરવામાં આવી

– 250 કરોડ વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી કંપનીઓને 25 ટકા છૂટ

– ઈન્કમ ટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

– ફાઈનાન્શિયલ યર 2018-19 દરમિયાન નાણાંકીય ખાધ 3.3 ટકા રહેવાનો અંદાજ

-અમારી સરકારે જીએસટીને સરળ બનાવ્યું.દેશમાં ત્રણ વર્ષમાં રોકાણ વધ્યું છે.

-2022 સુધી દરેક ગરીબ માટે ઘરના ઘરનું લક્ષ્ય મુક્યું છે.

-મ્યૂચલ ફંડની આવક ઉપર પણ 10 ટકા ટેક્સ આપવો પડશે.

– સરકારે કસ્ટમ ડ્યૂટીમાં વધારો કર્યો

-શેરનું ખરીદ-વેચાણ કરતા લોકો પર ટેક્સ વધ્યો

-લોંગ ટર્મ કેપિટેલ ગેઈન ટેક્સ 10 ટકા

-રૂ. 1 લાખથી વધારે શેર હોય તો 15 ટકા ટેક્સ

-ફાઈનાન્શિયલ યર 2018-19 દરમિયાન નાણાંકીય ખાધ 3.3 ટકા રહેવાનો અંદાજ

-8 કરોડ મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવામાં આવશે.

-બ્લેક બોર્ડની જગ્યાએ ડીજીટલ બોર્ડ લાવવામાં આવશે.

-પ્રી નર્સરીથી લઇને 12 ધોરણ સુધી એક જ પોલિસી હશે.

-5 લાખ જેટલાં સ્વાસ્થ કેન્દ્રો લોકોના ઘરોની પાસેજ ખોલવામાં આવશે.

-10 કરોડ ગરીબ પરિવારોને મેડીકલ ખર્ચ આપવામાં આવશે.

-બટાટા, ડુંગળી,ટામેટા માટે ૫૦૦ કરોડની સહાય અપાશે.

-૧૦ કરોડ ગરીબોના સ્વાસ્થને  કવર કરતી યોજના અમલમાં આવશે.

-દેશમાં 24 નવી મેડીકલ કોલેજ ખોલવામાં આવશે.

-ગરીબોને દવાઓ મફતમાં આપશે,હેલ્થ વેલનેશ સેન્ટર માટે ૧૨૦૦ કરોડ ખર્ચાશે.

-ગંગા સફાઈ માટે ૧૮૭ સ્કીમ શરુ કરાશે.

-દેશની ૪૦ ટકા આબાદીને સરકારી વીમા યોજનાનો લાભ અપાશે.

-ઈપીએફમાં આગામી ત્રણ વર્ષ સુધી 12 ટકા વ્યાજ આપશે સરકાર

– ઓપરેશન ગ્રીન માટે રૂ. 500 કરોડની ફાળવણી કરવામાં આવશે.

– વેપાર શરૂ કરવા રૂ.3 લાખ કરોડનું ફંડ આપવામાં આવશે.

– મુદ્રા યોજના અંતર્ગત રૂ.3 લાખ કરોડ આપવામાં આવશે.

– બે વર્ષમાં એક કરોડથી વધારે ઘર બનાવવામાં આવશે.

-દરેક પરિવારને વાર્ષિક રૂ. 5 લાખનો વીમો મળશે

-૪ કરોડ ગરીબોને મફત વીજળી કનેક્શન અપાશે.

-એજ્યુકેશનની ક્વોલિટી સુધારવા 13 લાખ જેટલા શિક્ષકોને ટ્રેનિંગ અપાશે.

-રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિના વેતનમાં વધારો થશે.રાષ્ટ્રપતિનું વેતન 5 લાખ રૂપિયા સુધી થશે.

-વાંસની પેદાશ વધારવા માટે રૂપિયા ૧૨૯૦ કરોડ ફંડ અપાશે.

-૨૦ લાખ બાળકોને શાળાએ મોકલવાનું લક્ષ્ય.

-14 સરકારી કંપનીઓને શેરબજાર સાથે જોડવામાં આવશે.

-આવકવેરાનું કલેક્શન 90,000 કરોડ રૂપિયા વધ્યું.ટેક્સ આપનારા લોકોની સંખ્યામાં 19.25 લાખનો વધારો થયો.

-સાંસદોના પગાર અને ભથ્થા માટે પાંચ વર્ષની સિસ્ટમ લાગુ થશે. 1 એપ્રિલ 2018થી આ સુવિધા શરુ થશે.

-ક્રિપ્ટો કરન્સી પર રોક લગાવવા કડક પગલાં ઉઠાવશે સરકાર.

-શિક્ષણ માટેના ઈન્ર્ફસ્ટ્રક્ચર માટે ૨૦૨૨ સુધીમાં ૧ લાખ કરોડ ખર્ચાશે.

-મુંબઈમાં ૯૦ કિલોમીટર નવા ટ્રેક બનાવાશે.

-બેંગાલુરુ મેટ્રો નેટવર્કને ૧૭,૦૦૦ કરોડ ફાળવાશે.

-શહેરી ક્ષેત્રોમાં 37 લાખ મકાન બનાવવાની યોજના.

ખેડુતો માટે મહત્વની જાહેરાત

નાણાં મંત્રી અરુણ જેટલીએ દેશના ખેડૂતોને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે. તેમણે બજેટમાં જણાવ્યુ હતું કે આગામી વર્ષથી પાકોના ઉત્પાદન ખર્ચ કરતા દોઢ ગણી કિંમત પર ખરીદી કરવામાં આવશે. જેટલીએ જણાવ્યુ હતું કે દેશના ખેડૂતોની આવક ૨૦૨૨ સુધી બમણી કરવાના લક્ષ્યાંક સાથે સરકાર આગળ વધી રહી છે. જેટલીએ જણાવ્યુ હતું કે, બજાર કિંમતો કરતા પાકની ચુકવવામાં આવતી વધારાની કિંમત સરકાર ઉપાડશે. જેટલીએ બજેટમાં કરેલ ખેડૂતો માટેની મહત્વની જાહેરાત નીચે મુજબ છે.

  • ૮૬ ટકાથી વધુ સામાન્ય ખેડૂતોને ધ્યાનમાં રાખી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનુ નિર્માણ કરાશે
  • ખેડૂતો માટે દરેક જિલ્લામાં ક્લસ્ટર બેઝ ડેવલોપમેન્ટ મોડલ તૈયાર કરાશે
  • દેશમાં ૩૦૦ મિલીયન ટન ફળો અને શાકભાજીનુ રેકોર્ડબ્રેક ઉત્પાદન
  • દેશની ૫૮૫ એપીએમસીને ઈનેમ યોજના અંતર્ગત જાડવામાં આવી છે, બાકીની એપીએમસીને માર્ચ ૨૦૧૯ સુધી ઈનેમમાં જાડી લેવાશે
  • દેશના તમામ ગામોને એપીએમસી સાથે રોડ માર્ગે જોડવામાં આવશે
  • જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર પ્રયત્ન કરશે
  • ટામેટા, બટાકા, ડુંગળી માટે ઓપરેશન ગ્રીન લોન્ચ શરુ કરાશે, જે માટે ૫૦૦ કરોડનુ બજેટ ફળવાશે
  • માછીમારો-પશુપાલકોને ક્રેડીટકાર્ડ આપવામાં આવશે, માછીમારી અને પશુપાલન વ્યવસાય માટે ૧૦ હજાર કરોડની ફાળવણી
  • દેશમાં ૪૨ મેગા ફુડપાર્ક બનાવવામાં આવશે
  • દેશમાં વાંસનુ ઉત્પાદન વધારવાનો પ્રયત્ન કરાશે, આ માટે ૧૨૦૦ કરોડની ફાળવણી કરાઈ
  • ખેડૂતો પાકધિરાણથી વંચિત ન રહે તે માટે નીતિ આયોગ જેવી ખાસ વ્યવસ્થા ઉભી કરાશે
  • ખેડૂતોને લોન માટે ૧૧ હજાર કરોડ રૂપિયા ફળવાશે
  • કૃષિ ઉત્પાદનોની નિકાસ ૧૦૦ અબજ ડોલરના સ્તરે લઈ જવાનુ લક્ષ્ય
  • કૃષિ ક્રેડિટ માટે ૧૧ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ
  • કૃષિ બજારના વિકાસ માટે ૨ હજાર કરોડ રૂપિયાની ફાળવણી
  • ગામોમાં ૨૨ હજાર હાર્ટને કૃષિબજારમાં તબ્દીલ કરાશે
  • 2 હજાર કરોડના ખર્ચે કૃષિ પાર્ક બનાવવામાં આવશે.
  • ખેતીમાં ધિરાણ માટે 11 લાખ કરોડ આપ્યા.
  • કિસાન ક્રેડિડ કાર્ડ પશુપાલકોને મળશે.
  • ઉજ્જવલા યોજનાનું લક્ષ્ય 8 કરોડ કરવામાં આવ્યું
  •  ગરીબો માટે મફત ડાયાલિસિસની સુવિધા શરૂ કરવામાં આવી છે.
  • સામાન્ય લોકોને હોમલોન સરળતાથી મળે તેવી સુવિધા કરવામાં આવી છે.
  • 27.5 કરોડ ટનનું ઉત્પાદન થયું છે.
  • ખેડૂતોની ફરિયાદ હતી કે યોગ્ય ભાવ નથી મળતા. તો તેનો ઉકેલ લાવવા માટે વચેટિયાઓની સિસ્ટમ બંધ કરવામાં આવી છે.
  • 2 હજાર કરોડનું નવું બજાર બનાવાશે
  • શાકભાજી અને ફળનું પણ રેકોર્ડ બ્રેક ઉત્પાદન થઈ રહ્યું છે.
  •  આર્થિક સુધાર પર સરકાર ઈમાનદારીથી કામ કરી રહી છે.
  • ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર કામ કરી રહી છે.
  • દેશનું કૃષિ ઉત્પાદન રેકોર્ડ સ્તર પર છે.
  • ખરીફ પાકની એમએસપી દોઢ ગણી વધી છે.ખેડૂતોને ફાયદો મળે તે માટે વચેટિયાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
  • લોકોને સસ્તી દવાઓ મળી રહી છે.
  • એક દિવસમા કંપની રજિસ્ટર્ડ થઈ રહી છે.

700 નવા વિમાન ખરીદાશે

નાણાં મંત્રી અરુણ જેટલીએ પોતાના બજેટમાં હવાઈ મુસાફરી દેશના વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની જાહેરાત કરી હતી, નાણાં મંત્રીએ બજેટ ભાષણમાં જણાવ્યુ હતું કે સરકારનુ લક્ષ્યાંક દેશના ચંપલ પહેરનાર વ્યક્તિ પણ હવાઈ મુસાફરી કરે તેવુ વાતાવરણ ઉભુ કરવાનો છે. આ માટે સરકાર નાના શહેરોમાં પણ હવાઈ સેવા ઉભી કરશે,  તેમજ ૭૦૦ નવા વિમાનોની ખરીદી કરવામાં આવશે. હવાઈ ક્ષેત્રે કરવામાં આવેલ જાહેરાત નીચે મુજબ છે.

ઓછા ખર્ચે હવાઈ મુસાફરી શક્ય બનશે

૧૬ નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવાશે

એરપોર્ટની સંખ્યા ૫ ગણી વધારાશે

ચંપલ પહેરનાર વ્યક્તિ હવાઈ મુસાફરી કરી શકશે

૭૦૦ નવા વિમાન ખરીદવામાં આવશે

નાના શહેરોમાં હવાઈ સુવિધા ઉભી કરાશે

૧૬૪ એરપોર્ટ પર હવાઈ મુસાફરીની સુવિધા અપાશે

હવાઈ યાત્રાને ૧ વર્ષમાં ૧ અબજ સુધી પહોંચાડવાનુ લક્ષ્યાંક

ઉડાન સ્કીમ અંતર્ગત દેશના તમામ એરપોર્ટને રેલવે સ્ટેશનો સાથે જોડવામાં આવશે

બે સરકારી વીમા કંપનીઓની ભાગીદારી વેચવામાં આવશે

• કુલ ૧૪ સરકારી કંપનીઓની ભાગીદારી વેચવામાં આવશે
• એક વર્ષમાં સરકાર ૮૦ હજાર કરોડ રૂપિયા એકત્રિત કરશે
• કંપનીઓની ભાગીદારી શેરબજાર થકી વેચવામાં આવશે.

શિક્ષણમાં સુધારણા માટે ૪ વર્ષમાં એક લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે

દેશમાં ૧૩ લાખથી વધુ શિક્ષકોને તાલીમ આપવામાં આવશે

શિક્ષકોને તાલીમ માટે ડિઝીટલ ફોર્મેટના ઉપયોગ અંતર્ગત દીક્ષા પોર્ટલ શરુ કરાશે

નવોદય વિદ્યાલયની તર્જ પર આદિવાસી વિસ્તારમાં એકલવ્ય સ્કુલ શરુ કરાશે

ઈન્સ્ટીટ્યુટ ઓફ એમિનેન્સની સ્થાપના કરવાની યોજના

વડોદરામાં રેલવે યુનિવર્સિટીની સ્થાપના કરાશે

આઈઆઈટી, એનઆઈટીમાં ૧૬ નવા પ્લાનિંગ એન્ડ આર્કેટેક્ચર સ્કુલ ઓટોનોમસ સ્થાપિત કરવામાં આવશે