Not Set/ ‘પાકિસ્તાની બહેન’ PM મોદીને રાખડી બાંધવા પહોંચી, કહ્યું – ભાઈને નોબેલ પુરસ્કાર મળવો જોઈએ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન ઇચ્છે છે કે, તેના ભાઈ PM મોદીને નોબેલ પુરસ્કાર મળે. 24 વર્ષથી મોદીને રાખડી બાંધી રહેલા કમર જંહા મોહસીન શેખનું માનવું છે કે મોદી વિશ્વમાં શાંતિ અને વિકાસ માટે મહત્વપૂર્ણ પગલાં લઈ રહ્યા છે. વડા પ્રધાન મોદી જ્યારે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક અને પાછળથી ગુજરાતમાં ભાજપના કાર્યકર તરીકે […]

Top Stories India

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન ઇચ્છે છે કે, તેના ભાઈ PM મોદીને નોબેલ પુરસ્કાર મળે. 24 વર્ષથી મોદીને રાખડી બાંધી રહેલા કમર જંહા મોહસીન શેખનું માનવું છે કે મોદી વિશ્વમાં શાંતિ અને વિકાસ માટે મહત્વપૂર્ણ પગલાં લઈ રહ્યા છે.

વડા પ્રધાન મોદી જ્યારે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક અને પાછળથી ગુજરાતમાં ભાજપના કાર્યકર તરીકે કામ કર્યું, ત્યારે કમર જહાંએ તેમને રાખડી બાંધતી વખતે તેમને  રાજ્યના મુખ્યમંત્રી બનવાના આશિષ આપ્યા હતા. ત્યારે મોદીએ હસીને કહ્યું કે, તેમણે કાર્યકર્તા જ રહેવા દો, રાજકારણમાં મને કોઈ રસ નથી

ગુજરાતના રાજકારણનું ચક્ર આ રીતે ફેરવાઈ ગયું કે પ્રતિકૂળ સંજોગોમાં ભાજપને બચાવવા માટે મોદીએ રાજ્યની કમાન સંભાળવી પડી હતી અને મોદીએ પોતાની શૈલીમાં રાજ્યના વિકાસને વેગ આપ્યો. કમર જંહાએ  કહ્યું છે કે,  રક્ષાબંધન પર રાખડી બાંધતી વખતે, તેમણે દેશના વડા પ્રધાન બનવાની પ્રાર્થના કરી છે તો, મોદી હસી પડ્યા હતા.

મૂળ કરાચીની રહેવાસી કમર વર્ષો પહેલા પરિવાર સાથે અમદાવાદ આવીને વસી હતી.  આ રક્ષાબંધન પર, કમર જહાંએ વડાપ્રધાન મોદી માટે નોબેલ પારિતોષિકની પ્રાર્થના કરી છે, તેઓ માને છે કે જ્યારે સાચા હૃદયથી દુઆ કરવામાં આવે છે, ત્યારે તે ચોક્કસપણે પૂર્ણ થાય છે. મોદી આતંકવાદ, ભ્રષ્ટાચાર, ગરીબી જેવી સમસ્યાઓનો અંત લાવવા લડત ચલાવી રહ્યા છે, દેશ અને વિશ્વના કલ્યાણ માટે તેમને નોબેલ પુરસ્કાર મળવો જોઈએ.

પાકિસ્તાનમાં ભાઈઓને મળવાની ઇચ્છા છે

ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971 ના યુદ્ધ પછી, એવી ઘણી બહેનો છે કે જેઓ સિંધના ચેલ્લાર ગામથી ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પાટણ આવીને વાસી છે, જેઓ તેમના ભાઈઓને રાખડી બાંધવા પાકિસ્તાન જઈ શકતી નથી.

થરાદના શિવાનગરમાં સ્થાયી થયેલા બે હજાર કુટુંબોની ઘણી બહેનો રક્ષાબંધનના દિવસે ભાઈઓના કાંડા પર રાખડી બાંધી શકતી નથી. લીલા શંકરલાલ પુરોહિતે ઘણા દાયકાઓથી પોતાનું પિયર જોયું જ નથી.  દુર્ગાબેન ત્રિવેદી, જીવાબેન પુરોહિત એવી ઘણી સ્ત્રીઓ છે જેઓ ભાઈનો ચહેરો જોવાની ઉત્સુકતા રાખે છે.

તેને 1978 માં ભારતની નાગરિકતા મળી અને હવે તેઓ અહીં કાયમી સ્થાયી થઈ ગયા છે. પાકિસ્તાન તેમને વિઝા આપતું નથી જેથી તેઓ તેમના ભાઈઓને મળી શકતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.