Not Set/ ધરતી પર ઝડપથી આવી રહ્યો છે Asteroid 2018 PN22, શું પૃથ્વી પર છે ખતરો?

આપણી સુંદર પૃથ્વી ફરી એકવાર ભારે ખતરામાં હોય તેવુ સામે આવી રહ્યુ છે. એક મોટો એસ્ટેરોઇડ આપણી પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે અને 17 ઓગષ્ટે તે પૃથ્વીની નજીક આવશે. વૈજ્ઞાનિકોએ આ સ્પેસ રોક અથવા એસ્ટેરોઇડને Asteroid 2018 PN22 નામ આપ્યું છે. Asteroid 2018 PN22 લગભગ 62 ફુટ મોટો છે. સામાન્ય ભાષામાં જો કહીએ […]

World

આપણી સુંદર પૃથ્વી ફરી એકવાર ભારે ખતરામાં હોય તેવુ સામે આવી રહ્યુ છે. એક મોટો એસ્ટેરોઇડ આપણી પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે અને 17 ઓગષ્ટે તે પૃથ્વીની નજીક આવશે. વૈજ્ઞાનિકોએ આ સ્પેસ રોક અથવા એસ્ટેરોઇડને Asteroid 2018 PN22 નામ આપ્યું છે. Asteroid 2018 PN22 લગભગ 62 ફુટ મોટો છે. સામાન્ય ભાષામાં જો કહીએ તો, આ એસ્ટરોઇડ 6 માળની ઇમારતની બરાબર છે. આ એસ્ટરોઇડ આશરે 5000 માઇલ પ્રતિ કલાકની વેગથી પૃથ્વી તરફ આવી રહ્યો છે.

આ અંગે એક સારી બાબત એ છે કે Asteroid 2018 PN 22, જે 17 ઓગષ્ટનાં રોજ નજીક હશે, જે પૃથ્વી સાથે ટકરાશે નહીં. નાસા નેશનલ એરોનોટિક્સ અને સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) નાં જણાવ્યા અનુસાર, આ એસ્ટરોઇડ આપણા ગ્રહનાં કેન્દ્રથી લગભગ 0.04385 ખગોળશાસ્ત્ર એકમો અથવા 4 મિલિયન માઇલની દૂરીથી પસાર થશે.

Asteroid 2018 PN 22 ને પૃથ્વી માટે જોખમી એસ્ટેરોઇડ તરીકે વર્ગીકૃત નથી કારણ કે તેનું અંતર પૃથ્વીથી ખૂબ દૂર રહેશે. જો કે, નાસા જેપીએલ દ્વારા આ એસ્ટેરોઇડને પૃથ્વીની સૌથી નજીકનું પદાર્થ અથવા એસ્ટેરોઇડ છે. Asteroid 2018 PN 22 પ્રથમવાર 7 સપ્ટેમ્બર 2018 નાં રોજ સત્તાવાર રીતે જોવામાં આવ્યું હતું એટલે કે ઓળખાયું હતું.

આપને જણાવી દઇએ કે, એસ્ટેરોઇડ અંતરિક્ષમાં હાજર નાના અને મોટા પથ્થરો છે, જેને આપણે સ્પેસ રોક પણ કહીએ છીએ. આપને જણાવી દઇએ કે આવા 2019 ઓકે, 2019 ઓડી, 2015 એચએમ 10, 2019 ઓઇ, 2019 એનએન 3, 2019 એમબી 4, 2019 એમટી 2, 2006 ક્યૂવી 89, 2016 એનઓ 56 એમ, આરએફ 12 સ્પેસ રોક અથવા એસ્ટેરોઇડ પૃથ્વી તરફ આવી રહ્યા છે અને આમાંથી ઘણા છે કે જેનાથી આપણી પૃથ્વીને ખતરો છે. આમાંથી, 2016 પીડી, 2002 જેઆર 100 અને 2019 ઓયુ 1 ઓગષ્ટ મહિનામાં જ પૃથ્વીથી પસાર થવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.