Not Set/ કાર અકસ્માત બાદ સાંસદ રૂપા ગાંગુલીના દીકરાની અટકાયત, PM મોદીને કર્યું ટ્વીટ

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સાંસદ રૂપા ગાંગુલીના દીકરા આકાશ મુખર્જીની અટકાયત કરવામાં આવી છે. કાર અકસ્માત બાદ પોલીસે આકાશ મુખર્જીને કસ્ટડીમાં લીધો હતો. આકાશ પર નશામાં ડ્રાઇવિંગ કરવાનો આરોપ છે. 21 વર્ષના આકાશ પીઆર આઇપીસીની કલમ 427, કલમ 279 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના બાદ રૂપા ગાંગુલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરીને […]

Top Stories India

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સાંસદ રૂપા ગાંગુલીના દીકરા આકાશ મુખર્જીની અટકાયત કરવામાં આવી છે. કાર અકસ્માત બાદ પોલીસે આકાશ મુખર્જીને કસ્ટડીમાં લીધો હતો. આકાશ પર નશામાં ડ્રાઇવિંગ કરવાનો આરોપ છે. 21 વર્ષના આકાશ પીઆર આઇપીસીની કલમ 427, કલમ 279 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના બાદ રૂપા ગાંગુલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરીને એક ટ્વીટ કર્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે ગુરુવારે રાત્રે આકાશની કાર દિવાલ સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં તે માંડ માંડ બચ્યો હતો. આ અકસ્માત સાંસદ રૂપા ગાંગુલીના ઘર નજીક બન્યો હતો.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગુરુવારે મોડી રાત્રે રોયલ કલકત્તા ગોલ્ફ ક્લબની બાઉન્ડ્રી વાલમાં આકાશની ગાડી ટક્કર મારી હતી. આ પછી, દિવાલનો એક ભાગ કાર પર પડ્યો હતો.

car_081619085818.png

અકસ્માતમાં આકાશને સામાન્ય ઈજા પહોંચી હતી. થોડા સમય પછી જાદવપુર પોલીસ સ્ટેશનની પોલીસે અકસ્માત સ્થળની તપાસ કરી આકાશની અટકાયત કરી હતી. તેની પૂછપરછ કરવામાં આવી હતી અને દારૂ પીધા પછી તેણે વાહન ચલાવ્યું હતું કે કેમ તે શોધવા માટે તેની તબીબી તપાસ કરવામાં આવશે. અકસ્માત સમયે વાહનની ગતિ કેટલી હતી તે જાણવા પોલીસ પણ પ્રયાસ કરી રહી છે.

આ ઘટના બાદ સાંસદ રૂપા ગાંગુલીએ ટ્વીટ કર્યું છે. તેણે લખ્યું કે મારો પુત્ર મારા નિવાસસ્થાન નજીક અકસ્માતનો ભોગ બન્યો છે. મેં તેના કાયદાકીય પાસાઓ જોવા માટે પોલીસને ફોન કર્યો હતો. કૃપા કરી કોઈ પક્ષ ન લેવામાં,કોઈ રાજકારણ ન કરવામાં આવે. હું મારા પુત્રને પ્રેમ કરું છું અને તેની સંભાળ રાખીશ પણ કાયદાએ તેનું કામ કરવું જોઈએ.

tweet_081619090133.png

આની નીચે બીજો મુદ્દો લખીને તેમણે પીએમ મોદીને પણ ટેગ કર્યા. તેમણે લખ્યું છે કે હું ખોટું કરતી નથી, ન તો હું ખોટું સહન કરું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.