Not Set/ ભૂખથી તડપતો સાપ પોતાના જ શરીરને ખાવા લાગ્યો, વીડિયો થયો વાયરલ

ભૂખ શું કરાવી શકે તેનુ તાજુ ઉદાહરણ પૂરુ પાડતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સામાન્ય રીતે સાંભળવામાં આવે છે કે ભૂખ્યો જાનવર કોઇનાં પર પણ હુમલો કરી દે છે. પરંતુ શું તે તેની ભૂખને શાંત કરવા માટે પોતાના જ શરીરને ખાઇ શકે ખરા? સાંભળવામાં આ સવાલ થોડો વિચિત્ર લાગશે પરંતુ તે સત્ય છે. સોશિયલ મીડિયા […]

World Videos

ભૂખ શું કરાવી શકે તેનુ તાજુ ઉદાહરણ પૂરુ પાડતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સામાન્ય રીતે સાંભળવામાં આવે છે કે ભૂખ્યો જાનવર કોઇનાં પર પણ હુમલો કરી દે છે. પરંતુ શું તે તેની ભૂખને શાંત કરવા માટે પોતાના જ શરીરને ખાઇ શકે ખરા? સાંભળવામાં આ સવાલ થોડો વિચિત્ર લાગશે પરંતુ તે સત્ય છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમા એક સાપ ભૂખ લાગતા પોતાની જ પૂંછડીને ચાવતો જોવા મળી રહ્યો છે.

આ સાંભળીને જેટલી નવાઇ લાગે છે તેને જોયા બાદ તમે ચોંકી જાઓ તો તેમા કોઇ શંકાને સ્થાન નથી. આ વીડિયો ફોરગોટન ફ્રેન્ડ રેપટાઇલ સેન્ચુરી ફેસબુક પેઝ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો તાજેતરમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સાપ તેના શરીરનાં બીજા ભાગને ચાવતો જોવા મળે છે. ખરેખર, આ સાપ કિંગ સ્નેકર છે. આ ફેસબુક પેજ ચલાવનારાઓ કહે છે કે કિંગ સ્નેકર એ એક સાપ છે જે ભૂખ્યો હોય ત્યારે અન્ય સાપ અથવા પોતાની જાતને ખાય જાય છે. મળતી માહિતી મુજબ, વાયરલ થઈ રહેલ આ વીડિયો સીએસએક્સ સાપ તેની પૂંછડી લગભગ અડધી ચાવી ચુક્યો હોય છે જે પછી તેને રિલીઝ કરવામાં આવે છે. બાદમાં ફરી સાપ તેની જગ્યાએ પાછો ફરે છે.

https://www.facebook.com/forgottenfriend/videos/2047733215534817/

વીડિયોમાં શખ્સ બતાવી રહ્યો છે કે કેવી રીતે એક સાપ ભૂખ લાગતા પોતાના જ શરીરને ચાવી જાય છે. વીડિયોમાં જોઇ શકાય છે કે આ શખ્સ સાપને તેની પૂંછડી ચાવતા રોકી રહ્યો છે. પરંતુ હઠીલો સાપ પોતાના શરીરને જાણે ખાવવા ઉતારુ થઇ ગયો છે. વીડિયો એટલો વિચિત્ર છે કે તમે તેને જોયા વિના પણ નહી રહી શકો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.