છેલ્લા ઘણા સમયથી નેતાઓનું ભાજપમાં જોડાવવાનુ યથાવત છે. ત્યારે તેમા એક નવુ નામ જોડાયુ છે. આ નામ પૂર્વ આમ આદમી પાર્ટીનાં એક નેતાનું છે. આપને જણાવી દઇએ કે, કરાવલનગરનાં આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય રહેલા કપિલ મિશ્રા શનિવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. લાંબા સમયથી આમ આદમી પાર્ટીનાં નેતા અરવિંદ કેજરીવાલ સાથે તેમની જુબાની જંગ ચાલી રહી હતી.
અરવિંદ કેજરીવાલનાં ક્યારેક ખાસ રહેલા કપિલ મિશ્રા એક સમયે સરકારમાં મંત્રી રહી ચુક્યા છે, પરંતુ બાદમાં બંનેના સંબંધો બગડ્યા અને કેજરીવાલે તેમને મંત્રી પદ પરથી હટાવ્યા હતા. ત્યારબાદથી કપિલ મિશ્રા સતત અરવિંદ કેજરીવાલનો વિરોધ કરી રહ્યા છે. ભાજપમાં જોડાવા દરમિયાન દિલ્હી ભાજપ પ્રમુખ મનોજ તિવારી, રાજ્યસભાનાં સાંસદ વિજય ગોયલ, વિપક્ષી નેતા વિજેન્દ્ર ગુપ્તા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામાજાજુ, સતિષ ઉપાધ્યાય, અનિલ વાજપેયી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શનિવારે સવારે આમ આદમી પાર્ટી (આપ) ને મોટો રાજકીય આંચકો લાગ્યો હતો, જ્યારે આમ આદમી પાર્ટીની મહિલા વિંગની અધ્યક્ષ ઋચા પાંડે મિશ્રાએ કપિલ મિશ્રા સાથે ભાજપનું ઔપચારિક સભ્યપદ ગ્રહણ કરી લીધુ.
Delhi: Former Aam Aadmi Party (AAP) leader, Kapil Mishra joins Bharatiya Janata Party (BJP) in presence of party leaders Manoj Tiwari and Vijay Goel. pic.twitter.com/uFHiPd8ij0
— ANI (@ANI) August 17, 2019
ઋચાએ કહ્યું કે, હું જે કારણોથી રાજકારણમાં આવી હતી, તે આપ માં રહીને પૂરી થઈ શકે તેમ નથી. પીએમ નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભાજપ સમાજનાં દરેક વર્ગની સેવા કરી રહી છે. મોદીજીનાં નેતૃત્વમાં દેશનું નામ સમગ્ર વિશ્વમાં ચમકી રહ્યું છે. જો કે ઋચાએ આમ આદમી પાર્ટીનાં કન્વીનર અરવિંદ કેજરીવાલ પર સીધો હુમલો કર્યો ન હતો, પરંતુ તેણે ચોક્કસપણે તે કહ્યું હતું કે મોટા મુદ્દાઓ પર એક થવાની જરૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
