કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ દિવસે ને દિવસે દેશમાં વધી રહેલ પ્લાસ્ટિક ને સમસ્યા ને લઈને બહુ જ મહત્વ પૂર્ણ નિર્ણય લીધો છે. પ્લાસ્ટિકના દૂષણ ને નિવારવા માટે દેશમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેંટ સંસ્થા સ્થાપવાની જાહેરાત કરી છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સંસ્થા અમદાવાદમાં સ્થપાશે.
ગુજરાત પ્લાસ્ટિક-કેમિકલ ઉદ્યોગનું મોટું હબ બનશે. હાલ દેશમાં CIPETના 41 જેટલા કેન્દ્ર આવેલા છે. જેમાં 3 લાખથી વધુ વિધ્યાર્થી લાભ મેળવી રહ્યા છે. દેશ નો 40 ટકા કેમિકલ અને પ્લાસ્ટિક ઉધોગ ગુજરાતમાં સ્થાપિત છે. સ્કિલ મેનપાવર તૈયાર થાય તે જરૂરી છે. આથી જ દેશની નામાંકિત ઇન્ડસ્ટ્રી ગુજરાતમાં સ્થાપિત કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
