Not Set/ ખતરાની ઘંટડી,દસ વર્ષમાં પુરથી 16,000 લોકોના મોત થઇ શકે છે

નવી દિલ્હી, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ) દ્વારા કહેવામાં આવ્યુ છે કે આવનાર 10 વર્ષમાં ભારે વરસાદ અને પુરના કારણે ભારે નુકસાન થશે. તેના આંકડા ખુબ જ ચોંકાવનારા રહ્યા છે. તેના અંદાજ મુજબ આગામી દસ વર્ષમાં પુરના કારણે 16000 લોકોના મોત થઇ શકે છે. જ્યારે 47000 કરોડથી વધારેનુ નુકસાન થઇ શકે છે. સરકારનુ પૂર્ણ ધ્યાન […]

Top Stories India

નવી દિલ્હી,

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ) દ્વારા કહેવામાં આવ્યુ છે કે આવનાર 10 વર્ષમાં ભારે વરસાદ અને પુરના કારણે ભારે નુકસાન થશે. તેના આંકડા ખુબ જ ચોંકાવનારા રહ્યા છે. તેના અંદાજ મુજબ આગામી દસ વર્ષમાં પુરના કારણે 16000 લોકોના મોત થઇ શકે છે. જ્યારે 47000 કરોડથી વધારેનુ નુકસાન થઇ શકે છે.

સરકારનુ પૂર્ણ ધ્યાન હવે હોનારતના ખતરાને ઘટાડી દેવા પર કેન્દ્રિત છે. સાથે સાથે હોનારતથી કઇ રીતે બચવામાં આવે તેના પર કેન્દ્રિત છે. ભારતની પાસે ખુબ એડવાન્સ્ડ સેટેલાઇટ અને પૂર્વમાં ચેતવણી આપી શકે તે પ્રકારની વ્યવસ્થા અને સાધન રહેલા છે. જેની સહાયથી મોતમોતની સંખ્યામાં ઉલ્લેખનીય રીતે ઘટાડો કરવામાં આવી શકે છે.

તમામ સુવિધા અને સાધન હોવા છતાં તમામ કવાયત કાગળ પર કેન્દ્રિત રહેલી છે. જ્યારે પણ કોઇ આફત આવે છે ત્યારે એનડીએમએ મોટા ભાગે માર્ગદર્શિકા જારી કરવા, સેમિનાર યોજવા અને બેઠક યોજવા સુધી મર્યાદિત રહે છે.

કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા હાલમાં જ દેશના 640  જિલ્લામાં હોનારત ખતરાનુ મુલ્યાંકન કર્યુ છે. ડીઆરઆર હેઠળ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના દેખાવના આધાર પર એક નેશનલ રિજિલ્યન્સ ઇન્ડેક્સની રચના કરવામાં આવી છે. જેમાં ખતરાના મુલ્યાંકનની પ્રક્રિયા પણ ચાલી રહી છે.

અભ્યાસના કહેવા મુજબ અમે હાલમાં શરૂઆતી સ્થિતીમાં છીએ. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે હિમાચલપ્રદેશ સિવાય કોઇ પણ રાજ્યે હોનારતને લઇને ખતરાનુ મુલ્યાંકન કર્યુ નથી. ગુજરાતે એક દશક પહેલા હોનારતને લઇને મુલ્યાંકનની કામગીરી હાથ ધરી હતી. કેરળમાં હાલમાં પુરના કારણે અભૂતપૂર્વ નુકસાન થયુ છે. મોતનો આંકડો ખુબ વધારે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.