વિશ્વનાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં ગણાતા ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11 વર્ષ પૂરા કર્યા બાદ તેણે આનાથી વધારે અપેક્ષા કદી પણ કરી નહોતી. કોહલીએ 2008 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેણે શ્રીલંકા સામે 18 ઓગષ્ટ 2008 નાં રોજ દામ્બુલ્લામાં વન ડે ક્રિકેટની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

કોહલીએ તેના ટ્વિટર હેન્ડલ પર બે તસવીરો શેર કરી છે. તેણે સાથે લખ્યું, ‘આ દિવસે 2008માં એક કિશોર વયે મે શરૂઆત કરવાથી લઇને 11 વર્ષની યાત્રા પૂરી કરવા સુધી, મે સપનામાં પણ વિચાર્યુ નહોતુ કે ઈશ્વર મારા પર આટલો મહેરબાન થશે. આપ સૌને પોતાના સપનાને સાચા કરવા અને સાચા રાસ્તે આગળ વધવાની શક્તિ મળે. હંમેશા આભારી.’
From starting as a teenager on the same day in 2008 to reflecting on the journey 11 years after, I couldn't have dreamt of the blessings God has showered me with. May you all get the strength and power to follow your dreams and always follow the right path. 🇮🇳🙏😇#forevergrateful pic.twitter.com/sTZ7tKEoMz
— Virat Kohli (@imVkohli) August 19, 2019
તેણે જે ફોટા શેર કર્યા છે, તેમાંથી પ્રથમ શ્રીલંકા સામે તેની ડેબ્યૂ મેચની છે અને બીજી એંટીગામાં તેની હોટલનાં રૂમની છે. ભારત હાલમાં વેસ્ટ ઇન્ડીઝનાં પ્રવાસ પર છે જ્યાં તેઓ 22 ઓગષ્ટથી એંટિગામાં પ્રથમ ટેસ્ટ મેચ રમવાના છે. આ અગાઉ ભારતે ટી-20 અને વનડે સિરીઝ પોતાના નામે કરી હતી.
કોહલીએ ડેબ્યૂ કર્યા પછી પાછળ ફરીને જોયું નથી. તેણે અત્યાર સુધીમાં 77 ટેસ્ટ મેચમાં 6,613 રન બનાવ્યા છે, જેમાં 25 સદીનો સમાવેશ છે. તેણે 239 વનડે મેચમાં 43 સદીની મદદથી 11,520 રન બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે કુલ 68 સદી છે અને એક દાયકામાં 20,000 થી વધુ રન બનાવનારો તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
