Not Set/ ઉપરા-ઉપરી ટાંકી-ધ્વસ્ત થવાની ઘટનાથી તંત્ર હરકતમાં, ગોતામાં 60 વર્ષ જૂની જર્જરિત ટાંકી ઉતારી  લેવામાં આવી

અમદાવાદ શહેરમાં ઉપરા ઉપરી  પાણીની ટાંકી ધ્વસ્ત થવાની ઘટનાને પગલે વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે. આજ રોજ  શહેરના ગોતા વિસ્તારમાં આવેલી પાણીની 60 વર્ષ જૂની અને જર્જરિત ટાંકીને  ઉતારી લેવામાં આવી  છે.  ટાંકી ની આસ પાસનો  વિસ્તાર સતત ગીચ વસ્તી અને ટ્રાફિક થી ધમધમતો રહે છે. અને જો કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી જાન […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ શહેરમાં ઉપરા ઉપરી  પાણીની ટાંકી ધ્વસ્ત થવાની ઘટનાને પગલે વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે. આજ રોજ  શહેરના ગોતા વિસ્તારમાં આવેલી પાણીની 60 વર્ષ જૂની અને જર્જરિત ટાંકીને  ઉતારી લેવામાં આવી  છે.  ટાંકી ની આસ પાસનો  વિસ્તાર સતત ગીચ વસ્તી અને ટ્રાફિક થી ધમધમતો રહે છે. અને જો કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી જાન હાનિ થાય તેમ હતું.

તંત્ર દ્વારા આગમ ચેતી વાપરીને આ 60  વર્ષ જૂની ટાંકી નું  સમારકામ કરવાની જ્ગ્યાએ તેને તોડી પાડવાનું પગલું ભરવામાં આવ્યું છે. જે ખરેખર સરાહનીય છે.

હજુ પણ શહેરમાં આવી ઘણી પાણીની  ટાંકી અને ઇમારતો આવેલી છે. જે અંગે પણ તંત્ર દ્વારા વહેલી તકે કોઈ નિર્ણય લેવામાં આવે તો ઘણી દુર્ઘટનાથી બચી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.