Not Set/ ઉડતા સાપને જોઈને લોકો રહી ગયા દંગ, જુઓ વિડીયો

સાપથી કોને ડર ના લાગે અને જો સાપ ઉડવા વાળો હોય, તો જોનારાના હાલ શું થયા? તેનો અંદાજ દરેક લોકો લગાવી શકે. તમે પણ ચોંકી જશોને… હાલ ઉડતા સાપના સમાચાર ઓડિશાની રાજધની ભુવનેશ્વરથી સામે આવી રહ્યાં છે, જ્યાં દરેક વ્યક્તિ ઉડતા સાપને જોઈને દંગ રહી ગયા છે. મળતી માહિતી મુજબ, એક વ્યક્તિ આ સાપને પૈસા […]

India

સાપથી કોને ડર ના લાગે અને જો સાપ ઉડવા વાળો હોય, તો જોનારાના હાલ શું થયા? તેનો અંદાજ દરેક લોકો લગાવી શકે. તમે પણ ચોંકી જશોને…

હાલ ઉડતા સાપના સમાચાર ઓડિશાની રાજધની ભુવનેશ્વરથી સામે આવી રહ્યાં છે, જ્યાં દરેક વ્યક્તિ ઉડતા સાપને જોઈને દંગ રહી ગયા છે.

મળતી માહિતી મુજબ, એક વ્યક્તિ આ સાપને પૈસા કમાવવા માટે વાપરે છે. તેણે લોકોને તે બતાવ્યું અને પૈસા માંગ્યા. મંગળવારે પણ આ યુવક એ જ કામ કરી રહ્યો હતો, ત્યારબાદ એક વ્યક્તિએ પોલીસ અને વન વિભાગને તેના વિશે માહિતી આપી હતી, ત્યારબાદ પોલીસ અને વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી.

ભુવનેશ્વર વન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર ‘વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ સાપને તમારી પાસે રાખવો એ ગુનો છે. જંગલી પ્રાણીઓના કબજા, વેપાર અને વાણિજ્યને લગતા ગુનાઓ કરવાથી સજા અને ભારે દંડ ચૂકવો પડે છે. તેથી વન વિભાગની ટીમે ચંદકા અભ્યારણ્યમાં આ દુર્લભ પ્રજાતિના સાપને છોડી દીધો છે.

તો અહી પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી. આરોપી આ સાપને એક વ્યક્તિ પશ્ચિમ બંગાળના આસનસોલથી લાવ્યો હતો. આ સાપને ક્રિસોપોલિયા ઓરનાટા તરીકે ઓળખવામાં આવે છે. આ સાપ આવી સરળતાથી ઉડતો નથી, પરંતુ એક ઝાડથી બીજા ઝાડ સુધી ઉડે છે. આ સાપ ઝેરી છે. આ સાપના તીક્ષ્ણ દાંત મનુષ્ય માટે હાનિકારક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.