Not Set/ ચંદ્રયાન -2 થી આવો જોવા મળ્યો પુથ્વીનો નજારો, ઈસરોએ શેર કર્યા ફોટો

ભારતની સ્પેસ રિસર્ચ સંસ્થા ઇસરોના મહત્વકાંક્ષી મુન મિશન ચંદ્રયાન -2 ને લોંચિંગ પછી પહેલીવાર તેમના એલઆઈ 4 કેમેરા દ્વારા પૃથ્વીની ખુબ જ સુંદર તસ્વીર મોકલી છે. આ ફોટાને ઈસરો એ રવિવારે તેમના ટ્વિટર એકાઉન્ટમાં શેર કરી હતી. #ISROFirst set of beautiful images of the Earth captured by #Chandrayaan2 #VikramLanderEarth as viewed by #Chandrayaan2 LI4 Camera […]

Top Stories India

ભારતની સ્પેસ રિસર્ચ સંસ્થા ઇસરોના મહત્વકાંક્ષી મુન મિશન ચંદ્રયાન -2 ને લોંચિંગ પછી પહેલીવાર તેમના એલઆઈ 4 કેમેરા દ્વારા પૃથ્વીની ખુબ જ સુંદર તસ્વીર મોકલી છે. આ ફોટાને ઈસરો એ રવિવારે તેમના ટ્વિટર એકાઉન્ટમાં શેર કરી હતી.

ISROની તરફથી કરવામાં આવેલી ટ્વીટની પહેલી તસ્વીરમાં કેપ્શન લખ્યુ હતુ કે,” ‘ચંદ્રયાન 2’ માં  VikramLander દ્વારા ક્લિક કરવામાં આવેલી પૃથ્વીની સુંદર તસ્વીરનો પહેલો સેટ 3 ઓગસ્ટ, 2019 17:28 UT  પર  #ચંદ્રયાન 2 LI4 કેમેરા દ્વારા ક્લિક કરવામાં આવેલી પૃથ્વી.”

આપને જણાવી દઈએ કે ચંદ્ર તરફ રવાના થયેલુ ઈસરોનું મૂન મિશન ચંદ્રયાન-2 સતત તેના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યુ છે. ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ 22 જૂલાઇના આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન કેન્દ્રથી કરવામાં આવ્યુ હતુ.

ચંદ્રયાન-2એ ચંદ્ર તરફ આગળ વધતા શુક્રવારે સફળતાપૂર્વક પુથ્વીની ચોથી ભમણકક્ષામાં પ્રવેશ કર્યો છે. ચંદ્રયાન-2 ધીરે ધીરે પૃથ્વીની કક્ષામાં આગળ વધી રહ્યું છે.ચન્દ્રયાન ચાર દિવસ પછી 6 ઓગસ્ટે  આગલી કક્ષામાં પ્રવેશ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.