ભારતમાં ખેડૂતોની હાલત કેવી છે તે આજે કોઇનાંથી છુપાયેલી વાત નથી. એક એવા સમયમાંથી ખેડૂતો પસાર થઇ રહ્યા છે કે જ્યારે તેને પોતાની મહેનતનું ભથ્થુ લેવા માટે પણ આંદોલન કરવા રસ્તે ઉતરવુ પડી રહ્યુ છે, આ વચ્ચે એક ખેડૂતની કિસ્મત તેના પર એટલી મહેરબાન થઇ કે તે એક-બે નહી પણ તે 28 કરોડ રૂપિયાનો માલિક બની ગયો. તમે વિચારતા હશો કે કેવી રીતે તો ચાલો આપને જણાવીએ.

એક ભારતીય ખેડૂત દુબઈમાં નોકરી મેળવવાનાં ઇરાદે ગયો હતો, જ્યા અચાનક જ તેની કિસ્મતે તેના દરેક સપનાઓને પૂરા કરી દીધા. આપને જણાવી દઇએ કે, તેણે એક લોટરીની ટિકિટ લીધી હતી. જે તેને લાગતા તે રાતો રાત અમીર બની ગયો. નવાઇની વાત તો અહી એ છે કે, આ લોટરી લેવા માટે તેણે તેની પત્નિ પાસેથી 20 હજાર રૂપિયા ઉછીનાં લીધા હતા. લોટરી જીતનાર શખ્સનું નામ વિલાસ રિક્કાલા છે જે હાલમાં હૈદરાબાદમાં છે. તેણે એક લોટરી બિગ રૈફલમાં 15 મિલિયન દિરહામ જીત્યા છે.

રિક્કાલા દુબઈમાં નોકરી મેળવવામાં નિષ્ફળ રહ્યાનાં 45 દિવસ પહેલા જ શહેર છોડી ભારત આવી રહ્યો હતો. શનિવારે તેને મેસેજ મળ્યો કે તેણે એક મોટી પ્રાઇઝ મની જીતી છે. રિપોર્ટ મુજબ રિક્કાલા અને તેની પત્નિ ભારતમાં ખેતીનું કામ કરે છે અને ચોખાની ખેતીથી તેમની વાર્ષિક આવક લગભગ 3 લાખ રૂપિયા છે.

દુબઇમાં રહીને રિક્કાલા ડ્રાઇવરની નોકરી કરતો હતો, પરંતુ તે ત્યાં સારી નોકરીની શોધમાં હતો. હૈદરાબાદનાં નિઝામાબાદ જિલ્લામાં રહેતા રિક્કાલાને બે દિકરીઓ છે. તે બે વર્ષથી દુબઈમાં લોટરીની ટિકિટ ખરીદતો હતો અને પોતાનુ નસીબ અજમાવી રહ્યો હતો.

જ્યારે નોકરી મેળવવાનાં તેના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા ત્યારે તેણે પત્ની પાસેથી ઉછીનાં રૂપિયા 20 હજાર લીધા અને તે પૈસા અબુધાબીમાં કામ કરતા તેના મિત્ર રવિને આપી દીધા. રવિએ વિલાસનાં નામે ત્રણ લોટરી ટિકિટ ખરીદી હતી. રિક્કાલાએ કહ્યું કે મારી આ ખુશી પાછળ મારી પત્ની પદ્માનો હાથ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
