તલાક… તલાક… તલાક… ત્રિપલ તલાક કાયદાની ઐસી કી તૈસી સુરત શહેરમાં જોવા મળી રહી છે. ડાયમંડ સિટી સુરતમાં એક પતિએ પોતાની પત્નીને ફોન પર ત્રિપલ તલાકી આપી દીધા છે. આ મામલે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પહોંચી હતી.
પરંતુ પોલીસે ત્રિપલ તલાકનો ગુનો નોંધવાનો હાલ તો ઈનકાર કરી દીધો છે. સરકાર તરફથી આ કાયદામાં કોઈ સુધારો ન આવતા ત્રિપલ તલાકનો ગુનો નોંધવાનો પોલીસે ઈનકાર કરી દીધો છે. પરંતુ પોલીસે દહેજ હેઠળ ગુનો નોંધવાની તૈયારી બતાવી હતી. પરંતુ મહિલાને પોલીસ તંત્ર તરફ થી નિરાશા મળતા મહિલા પોતાના ઘરે પરત ફરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
