પૂર્વ નાણાં મંત્રી પી.ચિદમ્બરમના જામીન પર સુપ્રીમ કોર્ટમાં થોડા સમય બાદ સુનાવણી શરૂ થવા જઈ રહી છે. ચિદમ્બરમની પત્ની નલિની, તેનો પુત્ર કાર્તિ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુરુવારે રાત્રે પી.ચિદમ્બરમને તેની પૂછપરછ બાદ ડિનર તેમના ઘરેથી આવ્યું હતું, આજે સીબીઆઈની ટીમ તેની ફરી એકવાર પૂછપરછ કરશે. કારણ કે ચિદમ્બરમ ચાર દિવસના સીબીઆઈ રિમાન્ડ પર છે.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ આર ભાનુમથીની અધ્યક્ષતાવાળી બેંચ શુક્રવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહ અને નાણાં પ્રધાન પી. ચિદમ્બરમની અરજી પર સુનાવણી કરશે. ચિદમ્બરમે આઈએનએક્સ મીડિયા કેસમાં તેમની આગોતરા જામીન અરજી નામંજૂર કરવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકારતાં આ અરજી દાખલ કરી હતી. આ કેસમાં બુધવારે રાત્રે સીબીઆઇએ તેમને જોર બાગ સ્થિત તેમના સરકારી મકાનમાંથી ધરપકડ કરી હતી.
ચિદમ્બરમની અરજી પર ન્યાયમૂર્તિ આર ભાનુમથી અને એએસ બોપન્નાની ખંડપીઠ પર સુનાવણી કરવામાં આવશે. 20 ઓગસ્ટના રોજ હાઈકોર્ટના નિર્ણય સામે ચિદમ્બરમે સર્વોચ્ચ અદાલતમાં પીટીશન કરી છે. સીબીઆઈએ ગુરુવારે ચિદમ્બરમ નેરાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યાં હતા. જ્યાંથી તેમને ચાર દિવસ માટે સીબીઆઈ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત ન મળતાં ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
