Not Set/ મૂડીઝે, 2019-20 માટેનો ભારતનો અંદાજીત વિકાસ દર 6.8% થી ઘટાડીને 6.2% કર્યો

વિશ્વમાં આર્થિક સર્વે મામલે ક્લાસ વન ગણવામાં આવતી કંપનીઓમાંની એક એવી યુનાઇટેડ સ્ટેટ્સ સ્થિત નાંણાકીય સેવા  કંપની મૂડીઝે શુક્રવારે ભારતનાં અંદાજીત GDP વૃદ્ધિ દરને 2019- 20 માટે ઘટાડીને 6.2% કર્યો છે, કંપનીએ અગાઉ આગાહી કરી હતી કે ભારતનો અંદાજીત GDP વૃદ્ધિ દરને 2019- 20માં 6.8% ની વૃદ્ધિ  રહેશે. ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપની મુડીઝેએ એમ પણ કહ્યું […]

Top Stories Business
વિશ્વમાં આર્થિક સર્વે મામલે ક્લાસ વન ગણવામાં આવતી કંપનીઓમાંની એક એવી યુનાઇટેડ સ્ટેટ્સ સ્થિત નાંણાકીય સેવા  કંપની મૂડીઝે શુક્રવારે ભારતનાં અંદાજીત GDP વૃદ્ધિ દરને 2019- 20 માટે ઘટાડીને 6.2% કર્યો છે, કંપનીએ અગાઉ આગાહી કરી હતી કે ભારતનો અંદાજીત GDP વૃદ્ધિ દરને 2019- 20માં 6.8% ની વૃદ્ધિ  રહેશે. ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપની મુડીઝેએ એમ પણ કહ્યું હતું કે, દેશ 2020-’21 નાણાકીય વર્ષમાં 6.7% ની વૃદ્ધિ કરશે, જે અગાઉના અંદાજ કરતા 0.6% ઓછો છે.
મૂડીએ જણાવ્યું હતું કે, ” ભારત પર બાહ્ય વિશ્વ મંદીનાં દબાણની ભારે અસર ન હોવા છતાં, નિરાશા નજક રોજગારી, ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક તંગી અને બિન-બેંકીંગ નાણાકીય સંસ્થાઓ વચ્ચેનાં તણાવને કારણે કડક નાણાંકીય સ્થિતિ સહિતનાં પરિબળોનાં જોડાણને કારણે ભારતની અર્થવ્યવસ્થા સુસ્ત રહેશે”

મૂડીએ પણ જણાવ્યું હતું કે”ઠંડી વ્યવસાયિક ભાવના અને કોર્પોરેટરોને ધીરુ ધિરાણનો ભારતમાં નબળા રોકાણમાં મોટો ફાળો આપે જોવામાં આવી રહ્યો છે.” જાન્યુઆરી-માર્ચ 2019 ના ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી વૃદ્ધિદર પાંચ વર્ષના તળિયે છે. રિઝર્વ બેંક ઇન્ડિયાએ 2019-’20 ની વૃદ્ધિ આગાહીને ઘટાડીને 6.9% કરી છે.

મૂડીઝે એવું પણ જણાવ્યું હતું કે ફુગાવો 2018 માં 2.9% થી આગામી 3.7%, તો આ વર્ષે અને 4.5% નો થશે. “રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દર કાપવા સૌથી સક્રિય રહી છે, પરંતુ નાંણાકીય ક્ષેત્રનાં મુદ્દાઓ વિલંબિત અસરકારકતા નાણાકીય ઉત્તેજનામાં અસરકારક રહેશે, જે વૃદ્ધિનો આધાર છે. આ સાથે સાથે મુડીઝ દ્વારા એશિયનની 15 બીજી અર્થવ્યવસ્થા માટે પણ સુધારેલ વૃદ્ધિ દરની આગાહી કરવામાં આવી છે.

નીતિ આયોગના વાઇસ ચેરપર્સન રાજીવ કુમારે ગુરુવારે કહ્યું હતું કે નાણાકીય ક્ષેત્રમાં અભૂતપૂર્વ સંકટને પહોંચી વળવા અસાધારણ પગલાં લેવાની જરૂર છે . તેમણે કહ્યું કે સરકારે ખાનગી ક્ષેત્રને રોકાણ માટે પ્રોત્સાહિત કરવાની અને ખાનગી ખેલાડીઓના મનમાં નીતિઓ અંગેની આશંકાઓ દૂર કરવાની જરૂર છે. જોકે, કુમારે દાવો કર્યો હતો કે આર્થિક મંદીનાં મૂળિયાં વર્ષ  2009-10નાં ગાળા દરમિયાન અંધાધૂધ ધિરાણ દ્વારા જ નંખાય ગયા હતા. જેના પગલે બિન-પરફોર્મિંગ NPA સંપત્તિમાં વધારો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.