રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિરોધ પક્ષોના એક પ્રતિનિધિ મંડળને શ્રીનગરથી પરત મોકલવામાં આવ્યા છે. વિપક્ષી નેતાઓ શ્રીનગર એરપોર્ટ પહોંચ્યા બાદ હોબાળો મચાવ્યો હતો. વહીવટીતંત્રે તેમને એરપોર્ટથી બહાર નીકળવાની મંજૂરી આપી ન હતી. જેના કારણે તમામ નેતાઓ સુરક્ષા દળોની હાજરીમાં વીઆઈપી લાઉન્જમાં બેઠા હતા. રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના નેતાઓ ગુલામ નબી આઝાદ, એનસીપી નેતા મજીદ મેમણ, સીપીઆઈ નેતા ડી.રાજા ઉપરાંત શરદ યાદવ સહિતના દિગ્ગજ નેતાઓ જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિની સમિક્ષા કરવા માટે ઘાટી પહોંચ્યા હતા. વહીવટીતંત્રે તેમને તેમની મુલાકાત મુલતવી રાખવા અપીલ કરી હતી.
એરપોર્ટથી બહાર નીકળવું નહીં
રાહુલ ગાંધી વિપક્ષી નેતાઓ સાથે શ્રીનગર એરપોર્ટ પહોંચ્યા છે પરંતુ તેમને કોઈ નેતાને મળવાની કે એરપોર્ટથી બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી નથી. સુરક્ષા દળોની હાજરીમાં તમામ વિપક્ષી નેતાઓને વીઆઈપી લાઉન્જમાં બેસાડવામાં આવ્યા છે.
મજિદ મેમણે કહ્યું કે અમારો ઉદ્દેશ ખલેલ પહોંચાડવાનો નથી
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા મજીદ મેમણે કહ્યું કે અમારો હેતુ ક્યાય જવું અને ખલેલ પહોંચાડવાનો નથી, અમે સરકારની વિરુદ્ધ નથી જઈ રહ્યા. તેમણે કહ્યું કે અમે સરકારના સમર્થનમાં જઈ રહ્યા છીએ જેથી અમે શું સૂચવવું તે નક્કી કરી શકીએ.
પરિસ્થિતી સામાની છે તો રાજકીય નેતાઓ હજુ નજરકેદ કેમ …?
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે એક તરફ સરકાર કહે છે કે પરિસ્થિતિ સામાન્ય છે, બીજી બાજુ તેઓ કોઈને પણ જવા દેતા નથી. આઝાદે સવાલ ઉઠાવ્યો કે જો પરિસ્થિતી સામાન્ય છે તો રાજકીય નેતાઓ નજરકેદ કેમ છે?
આ વિપક્ષી નેતા કાશ્મીર પહોંચ્યા
વિપક્ષી પ્રતિનિધિ મંડળમાં રાહુલ ગાંધી, ગુલામ નબી આઝાદ, કોંગ્રેસના આનંદ શર્મા, સીપીઆઈના સીતારામ યેચુરી, સીપીઆઇના ડી.રાજા, ડીએમકેથી ટી.શિવ, આરજેડીના મનોજ ઝા અને તૃણમૂલના દિનેશ ત્રિવેદીનો સમાવેશ થાય છે. શુક્રવારે સાંજે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ મળીને આ મુદ્દે ચર્ચા કરી હતી.
સરકારે નેતાઓને ખીણની મુલાકાત લેવાની મંજૂરી આપી ન હતી
કલમ 37૦ નાબૂદ થયા પછી સરકારે કોઈ નેતાને કાશ્મીર ખીણમાં પ્રવેશવાની મંજૂરી આપી નથી. પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી સહિતના પ્રાદેશિક પક્ષોના નેતાઓ પણ નજરકેદ હેઠળ છે. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદને શ્રીનગર અને જમ્મુ એરપોર્ટથી બે વાર પરત આવ્યા છે. ડી.રાજાને પણ શ્રીનગર એરપોર્ટથી પરત મોકલવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
