#ફ્રાન્સમાં યોજયેલી #G-7 સમિટની સાથે સાથે કાશ્મીર મામલે ભારત દ્વારા લેવામાં આવેલા આકરા પગલાં અને પાકિસ્તાન દ્રારા વિશ્વમંચ પર રોવામાં આવેલા રોદણા અને તેમા પણ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને આ મામલે વચ્ચે ખેંચવાનાં વલણ બાદ વિશ્વની નજીર આજે યોજાયેલી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દ્વિપક્ષીય બેઠક પર હતી.

બેઠક બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સંયુક્ત બ્રિફીંગ યોજવામાં આવી હતી. સંયુક્ત સંબોધન સમયે જે થયું અને જેવો મિજાજ બને રાજનેતાનો જોવામાં આવ્યો તે જોઇ અનેકની ઉંઘ હરામથઇ જશે, તે વાત ચોક્કસ છે. સંયુક્ત સંબોઘનમાં PM મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્રારા જે હળવા મુડમાં વાતચીત અને મજાક કરવામાં આવી તેનીથી દુનિયાનાં ઘણા દેશો અને ખાસ કરીને ભારત વિરોધી પાકિસ્તાન અને ચીનનાં પેટમાં તો ગરમા ગરમ તેલ રેડાયું હશે જ, તેવા ચોક્કસ છે.

મહત્વનું છે કે કાશ્મીર મામલે પાકિસ્તાન પૂરી દુનિયામાં ભારત વિરૂધ ઝેર ઓકી આવ્યું છે. અને તેમાં માત્રને માત્ર ચીનનો જ પાકિસ્તાનને હંમેશની માફક સાથ મળ્યો હતો. પાકિસ્તાનની હાર્દિક ઇચ્છા છે કે, અમેરિકા આ મામલે પાકિસ્તાનનો પક્ષલે અને ભારતને થોડું ઘમકાવે. પરંતુ દ્વિપક્ષીય બેઠક બાદનાં સંયુક્ત સંબોઘમ દરમિયાન જે રીતે હળવા મુડમાં હસી મજાકની સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, “તેઓ (PM મોદી) ખરેખર ખૂબ સારી અંગ્રેજી બોલે છે, તેઓ ફક્ત વાત કરવા માંગતા નથી” અને પછી PM મોદી દ્વારા જે રીતે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મજાક કરવામાં આવી હતી. તે જોતા જ તમને સમાજાય જશે કે આની અસરો ક્યાં અને કેવી થશે.
જુઓ
#WATCH France: US President Donald Trump jokes with Prime Minister Narendra Modi during the bilateral meeting on the sidelines of #G7Summit. Trump says, "He (PM Modi) actually speaks very good English, he just doesn't want to talk" pic.twitter.com/ee66jWb1GQ
— ANI (@ANI) August 26, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
