Not Set/ ભારતીય સૈન્ય હવે 1962નું સૈન્ય નથી રહ્યું, પૂર્વીય સૈન્ય કમાન્ડરનો ચીનને તીખો જવાબ

સેનાનાં નાયબ ચીફ લેફ્ટેનન્ટ જનરલ એમ.એમ. નરવાએ કહ્યું હતું કે, ડોકલામ સ્ટેન્ડ ઓફ દરમિયાન  “પ્રાદેશિક દબંગ” જેવું કામ કરી ચીન વિવાદિત ક્ષેત્રમાં 100 વાર રહ્યું છે, તો આપણે ત્યાં 200 વાર રહી ચૂક્યા છીએ. ચીનને હવે સમજી લેવું જોઈએ કે, ચીન-ભારત યુદ્ધ દરમિયાન 1962 માં જેવું ભારતીય સૈન્ય હતું તેવું હવે બિલકુલ નથી રહ્યું. ઈન્ડિયન […]

Top Stories India

સેનાનાં નાયબ ચીફ લેફ્ટેનન્ટ જનરલ એમ.એમ. નરવાએ કહ્યું હતું કે, ડોકલામ સ્ટેન્ડ ઓફ દરમિયાન  “પ્રાદેશિક દબંગ” જેવું કામ કરી ચીન વિવાદિત ક્ષેત્રમાં 100 વાર રહ્યું છે, તો આપણે ત્યાં 200 વાર રહી ચૂક્યા છીએ. ચીનને હવે સમજી લેવું જોઈએ કે, ચીન-ભારત યુદ્ધ દરમિયાન 1962 માં જેવું ભારતીય સૈન્ય હતું તેવું હવે બિલકુલ નથી રહ્યું.

ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સનાં ઉપક્રમે યોજવામાં આવેલા “અમારી સરહદોનો બચાવ” અંગેનાં પરીસંવાદ દરમિયાન, પૂર્વ ભારતનાં ચીફ કમાન્ડિંગ ઓફિસર જનરલ નરવાને આ નિવેદન આપતા કહ્યું કે, ‘ડોકલામ સ્ટેન્ડ ઓફએ સ્પષ્ટ સંકેત હતો કે ભારતીય સશસ્ત્ર દળોને નબળું  સમજવાની ભૂલ ન કરવી જોઈએ,’

જ્યારે ભૂતપૂર્વ વાયુસેનાનાં વડા અને ચેમ્બરની સંરક્ષણ પેટા સમિતિનાં સભ્ય, અરુપ રાહાએ 1962નાં યુદ્ધમાંથી શીખેલા પાઠ અને ત્યારબાદ સમસ્યાઓથી નિરાકરણ માટે લેવામાં આવેલા પગલાં વિશે પૂછ્યું, ત્યારે નરવાને કહ્યું કે, હવે અમે 1962ની સેના નથી. જો ચીન કહે છે કે ઇતિહાસ ભૂલશો નહીં, તો આપણે તેમને પણ આ જ વાત કહેવી પડશે.

તેમણે કહ્યું હતું કે ભારત, 1962થી ખૂબ આગળ વધી ગયું છે અને 2017નાં ડોકલામ સ્ટેન્ડ ઓફ દરમિયાન ચીન માટે કોઈ સ્પષ્ટ તૈયારી દેખાઈ ન હતી. નરવાને કહ્યું, “તેમને વિચાર્યું હતું કે તે આ પ્રાદેમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિ લેશે.” પણ અમે દાદાગીરીની સામે અડીખમ ઉભા રહ્યા. તેમણે તે પણ જણાવ્યું કે, ભારતીય સશસ્ત્ર દળો કોઈપણ દુશ્મનનો સામનો કરવા સક્ષમ છે. તેમણે કહ્યું કે, ડોકલામમાં સ્ટેન્ડ ઓફ થયા પછી કેટલીક મિલ્ટીયન પ્રવૃત્તિઓ થઇ રહી હોવાનું સાંભળવામાં આવ્યું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

નરવાને કહ્યું કે, આ સમાચાર પણ સંપૂર્ણ પણે ખોટા નથી. બંને બાજુ મિલ્ટીયન પ્રવૃત્તિઓ હતી. જે વર્ષોથી ચાલે છે. તેઓએ બે નવી બેરેક બનાવી છે, અમે બે પણ નવી બેરેક બનાવી છે. LoC પર ચીનનાં ઉલ્લંઘનના વધતા જતા કેસો અંગેનાં સવાલનાં જવાબમાં નરવાને કહ્યું, “જો આપણે એમ કહીએ કે ચીન વિવાદિત ક્ષેત્રમાં 100 વાર રહ્યું છે, તો આપણે ત્યાં 200 વાર રહી ચૂક્યા છીએ.” તેથી, એવું ન વિચારો કે તે એકતરફી છે. મને લાગે છે કે તેઓ પણ ફરિયાદ કરી રહ્યા છે કે અમે આ ઘણી વખત કર્યું છે.

પૂર્વી સૈન્ય કમાન્ડનાં કમાન્ડરએ 1962 નાં યુદ્ધનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તે ભારત માટે સૈન્યની હાર નહીં પણ રાજકીય હાર છે કારણ કે, સૈન્યનાં તમામ એકમોએ સખત લડત લડી હતી. તેમણે કહ્યું, ‘જ્યારે ભારતીય સેનાનાં એકમોને પાછા ફરવાનું કહેવામાં આવ્યું, ત્યારે તે સંપૂર્ણ માન સાથે પાછા ફર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.