New Delhi News/ રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ચૂંટવા પર પ્રવેશ વર્માએ શું કહ્યું તે જાણો

ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી બનશે

Top Stories India Breaking News

New Delhi News : દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાને પસંદ કરવા પર ભાજપ નેતા પ્રવેશ વર્માનું નિવેદન બહાર આવ્યું છે. તેમણે કહ્યું છે કે રેખા ગુપ્તા મુખ્યમંત્રી બન્યા છે તે ખુશીની વાત છે. ધારાસભ્ય પક્ષની બેઠકમાં પ્રવેશ વર્માએ પોતે રેખા ગુપ્તાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.બીજીતરફ પ્રવેશ વર્માનું નામ પણ મુખ્યમંત્રી પદની રેસમાં હતું. જોકે, તેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. પ્રવેશ વર્મા નવી દિલ્હી બેઠકના ધારાસભ્ય છે.

તેમણે આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે. પ્રવેશ વર્માએ ત્રણ હજારથી વધુ મતોના માર્જિનથી ચૂંટણી જીતી છે. પ્રવેશ વર્મા ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાહેબ સિંહ વર્માના પુત્ર છે અને તેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે.

ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી બનશે અને પ્રવેશ વર્મા નાયબ મુખ્યમંત્રી બનશે. મુખ્યમંત્રી પદની જાહેરાત બાદ રેખા ગુપ્તાનું નિવેદન પણ બહાર આવ્યું. તેમણે કહ્યું કે પાર્ટીએ તેમને આશીર્વાદ આપ્યા છે. હું પાર્ટીના સમર્થન અને આશીર્વાદ બદલ તેમનો આભાર માનું છું.ખા ગુપ્તા ૫૦ વર્ષના છે અને મૂળ હરિયાણાના જીંદ જિલ્લાના રહેવાસી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રેખા ગુપ્તાનો પરિવાર વર્ષ 1976 માં દિલ્હી શિફ્ટ થયો હતો. તેના પતિનું નામ મનીષ ગુપ્તા છે. રેખા ગુપ્તાએ એલએલબી કર્યું છે અને વ્યવસાયે વકીલ પણ છે.

રેખા ગુપ્તા દિલ્હીની શાલીમાર બાગ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં, રેખા ગુપ્તાએ શાલીમાર બાગ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના વંદના કુમારીને 29595 મતોથી હરાવ્યા હતા.

તમને જણાવી દઈએ કે ઘણા સમયથી આખો દેશ ભાજપ દિલ્હીના મુખ્યમંત્રી કોને બનાવશે તેના પર નજર રાખી રહ્યો હતો. રેખા ગુપ્તાનું નામ બહાર આવ્યા પછી, એ સ્પષ્ટ થઈ ગયું કે દિલ્હીમાં હવે મહિલા મુખ્યમંત્રી શાસન કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રેખા ગુપ્તા બનશે દિલ્હીના નવા CM, પ્રવેશ વર્મા ડે. સીએમ; આવતીકાલે લેશે શપથ

આ પણ વાંચો: સિદ્ધારમૈયાને મોટી રાહત, MUDA જમીન કૌભાંડ કેસમાં લોકાયુક્તે આપી ક્લીનચીટ

આ પણ વાંચો: કોણ બનશે દિલ્હીના સીએમ? આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં થશે નિર્ણય, જાણો કોનું નામ છે સૌથી આગળ