Not Set/ કાશ્મીરમાં જનજીવન સામાન્ય, ઈન્ટરનેટ પર ખીણ વિશે જૂઠ્ઠાણુ ફેલાવાઈ રહ્યું છે : સત્યપાલ મલિક 

જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું હતું કે, કલમ 370ની મોટાભાગની જોગવાઈઓને દૂર કર્યા પછી, રાજ્યમાં જાનહાની અટકાવવા માટે પ્રતિબંધો જરૂરી હતા. તેમણે કહ્યું કે આ પગલાથી રાજ્યની પ્રજાની ઓળખ અને સંસ્કૃતિ સુરક્ષિત રહેશે. ઓગસ્ટમાં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવામાં આવ્યા પછી, રાજ્યપાલ મલિકે પોતાની પહેલી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ યથાવત, ક્રમ:શ […]

Top Stories India

જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું હતું કે, કલમ 370ની મોટાભાગની જોગવાઈઓને દૂર કર્યા પછી, રાજ્યમાં જાનહાની અટકાવવા માટે પ્રતિબંધો જરૂરી હતા. તેમણે કહ્યું કે આ પગલાથી રાજ્યની પ્રજાની ઓળખ અને સંસ્કૃતિ સુરક્ષિત રહેશે. ઓગસ્ટમાં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવામાં આવ્યા પછી, રાજ્યપાલ મલિકે પોતાની પહેલી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ યથાવત, ક્રમ:શ દુર કરવામાં આવશે

મલિકે કહ્યું કે રાષ્ટ્ર વિરોધીઓ માટે ઇન્ટરનેટ એ એક સરળ શસ્ત્ર છે અને તે લોકો આનો ઉપયોગ પ્રાંતમાં અશંતી ફેલાવવા કરે છે. માટે જ જોડાણોની પુન:સ્થાપનાં વધુ કેટલાક સમય માટે મુલતવી રાખવામાં આવશે. તેમણે સ્વીકાર્યું કે સુરક્ષા જવાનોએ કાશ્મીર ખીણમાં દેખાવો દરમિયાન પેલેટ ગનનો ઉપયોગ કર્યો હતો. લોકોને નુકસાન ન પહોંચાડે તેની પણ આ દરમ્યાન ભારે કાળજી લેવામાં આવી હતી.

50 હજાર નોકરીઓ તૈયાર, યુવાનો આગળ આવે

રાજ્યપાલે પત્રકારોને જણાવ્યું હતું કે, આગામી ત્રણ મહિનામાં રાજ્યમાં 50000 નોકરીઓ ઉપલબ્ધ થશે. જમ્મુ-કાશ્મીરમાં આ સૌથી મોટી ભરતી ડ્રાઇવ હશે. તેમણે કહ્યું કે કેન્દ્ર જમ્મુ-કાશ્મીર અંગે ટૂંક સમયમાં મોટી જાહેરાત કરશે.
રાજનેતાઓની અટકાયત, તેમની રાજકીય કારકિર્દીમાં મમદ રૂપ થશે – તંજ
મલિકે પત્રકારોને જણાવ્યું હતું કે “રાજકીય નેતાઓની અટકાયત અંગે દુખી ન થાઓ, તે તેમની રાજકીય કારકીર્દિમાં મદદ થશે.”
જમ્મુ કાશ્મીર અને લદ્દાખ 31 ઓક્ટોબરે કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે અસ્તિત્વમાં આવશે. જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 ની મોટાભાગની જોગવાઈઓને કાઢીને કેન્દ્ર સરકારે ઓગસ્ટમાં રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશો – જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત કરવાનો નિર્ણય લીધો હતો.
સરકાર દ્વારા રાજ્યોનાં વિકાસ માટે સમિતિનું ગઠ કરાયું

આજે વહેલી સવારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિકાસ, સામાજિક અને આર્થિક મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે સરકારે મંત્રીઓનું જૂથ બનાવ્યું હતું. સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે આ જૂથમાં કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ, સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન થાવરચંદ ગેહલોત, કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, વડા પ્રધાન કાર્યાલય જીતેન્દ્ર સિંહ અને પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન છે. આ જૂથ જમ્મુ-કાશ્મીરથી સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન આપશે.

31 ઓક્ટોબરના રોજ બનેં રાજ્યો અસ્તિત્વમાં આવશે

સૂત્રોએ જણાવ્યું હતું કે મંત્રીઓનું જૂથ બંને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિવિધ વિકાસલક્ષી, આર્થિક અને સામાજિક પહેલ કરવા સૂચન કરશે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ – બે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 હેઠળ 31 ઓક્ટોબરના રોજ અસ્તિત્વમાં આવશે. સંસદે આ મહિનામાં કાયદાને મંજૂરી આપી. સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારની પહેલી બેઠક સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.