રાજસ્થાન,
રાજસ્થાનના ઢોલપુરમાં રેતી માફિયાઓ અને પોલીસ વચ્ચે થયેલા ગોળીબારમાં એક પોલીસકર્મી ઘાયલ થયા છે. શુક્રવારે બસાઇમાં આ ઘટના બની હતી. આ સાથે જ આ બનાવમાં બે રેતી માફિયાઓના પણ મોત નીપજ્યાં છે અને સાત રેતી માફિયાઓને ઇજા થઈ છે. પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે.
આ કેસ અંગે આઈજી પોલીસ લક્ષ્મણ ગૌરનું કહેવું છે કે, “જ્યારે રેતી માફિયાઓની પ્રવૃત્તિ અંગે બસાઈ પોલીસ સ્ટેશનના એસએચઓને ખબર પડી ત્યારે તેઓ તેમને પકડવા ગયા હતા. બંને બાજુથી થયેલ ફાયરિંગમાં બે રેતી માફિયાના મોત નીપજ્યાં હતાં. આ ઘટનામાં કેટલાક રેતી માફિયાઓ પણ ઘાયલ થયા છે અને એક પોલીસ જવાન પણ ઘાયલ થાય છે. ”
Dholpur: One police personnel injured following an exchange of fire with sand mafias in Basai yesterday. 2 sand mafias dead, 7 others injured. Police investigation underway. #Rajasthan pic.twitter.com/cNVofaIQVY
— ANI (@ANI) August 31, 2019
ગૌરે કહ્યું કે ઘાયલ પોલીસ કર્મચારીને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
