Not Set/ આ ગુજરાતીએ તૈયાર કર્યા જાપાની પીએમ માટે ખાસ કપડા

                      વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાપાનના પીએમ શિન્જો આબે અને જાપાનના ફર્સ્ટ લેડી એકી આબે હાલ ગુજરતના બે દિવસના પ્રવાસે છે. બુધવારે બપોરે ૩.૩૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ સમયે શૂટ પહેરીને આવેલા જાપાની પીએમ ત્યારબાદ યોજાયેલા રોડ-શો માં ભારતીય પોશાક કુર્તા – જેકેટમાં જ્યારે જાપાનના ફર્સ્ટ […]

Uncategorized

 

                   

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાપાનના પીએમ શિન્જો આબે અને જાપાનના ફર્સ્ટ લેડી એકી આબે હાલ ગુજરતના બે દિવસના પ્રવાસે છે. બુધવારે બપોરે ૩.૩૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ સમયે શૂટ પહેરીને આવેલા જાપાની પીએમ ત્યારબાદ યોજાયેલા રોડ-શો માં ભારતીય પોશાક કુર્તા – જેકેટમાં જ્યારે જાપાનના ફર્સ્ટ લેડી ગુજરાતી બાંધણીના પંજાબી ડ્રેસમાં જોવા મળ્યા હતા. જાપાનના પીએમ માટે પ્રખ્યાત Jade Blue એ ખાસ આ ભારતીય વસ્ત્રો તૈયાર કર્યાં હતા.

                       

મહત્વનું છે કે, નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા તે સમયથી તેમના માટે કપડાં જીતેન્દ્ર અને બિપીન ચૌહાણની Jade Blue તૈયાર કરે છે. સપ્ટેમ્બર 2014માં ચીનના વડા જિનપિંગે ગુજરાત મુલાકાત સમયે પહેરેલુ જેકેટ પણ Jade Blue દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.