Not Set/ ઈતિહાસમાં પહેલી વાર સરદાર સરોવર ડેમની જળ સપાટી પહોંચી 135 મીટરે

સરદાર સરોવર ડેમની સપાટી દિવસેને દિવસે વધી રહી ત્યારે સોમવારે ડેમની સપાટી 135 મીટરને વટી ગઈ હતી. મધ્ય પ્રદેશમાં વરસાદને પગલે પાણીની સારી આવક થતા સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. 28 ઓગસ્ટ બાદથી જ પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે તે 135.02 મીટર પર પહોંચી ગઈ […]

Top Stories Gujarat Others

સરદાર સરોવર ડેમની સપાટી દિવસેને દિવસે વધી રહી ત્યારે સોમવારે ડેમની સપાટી 135 મીટરને વટી ગઈ હતી. મધ્ય પ્રદેશમાં વરસાદને પગલે પાણીની સારી આવક થતા સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ સારો એવો વધારો જોવા મળી રહ્યો છે.

28 ઓગસ્ટ બાદથી જ પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે તે 135.02 મીટર પર પહોંચી ગઈ હતી. ડેમનો સ્ટોરેજ વધીને 8317.20 મિલિયન ક્યુબીક મીટર (MCM) થઈ ગયો છે.

પાણીની સપાટી 138.62 મીટરને સ્પર્શી જશે તો સ્ટોરેજ 9518.97 MCM થઈ જશે.તેના પગલે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ દાવો પણ કરી દીધો હતો કે ગુજરાત પાસે હાલ રાજ્યને પીવા અને સિંચાઈ માટે બે વર્ષ સુધી ચાલે તેટલું પૂરતુ પાણી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.