Not Set/ કોંગ્રેસ દ્વારા UP વિધાનસભાનાં 5 ઉમેદવારો જાહેર, સગાવાદનું જોવા મળ્યું જોર

કોંગ્રેસે કર્યા 22માંથી 5 નામો જાહેર કોંગ્રેસે ઉત્તર પ્રદેશની પેટા-ચૂંટણીઓ માટે પાંચ ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. પીએલ પુનિયાના પુત્ર તનુજ પુનિયા ઝૈદપુરથી પાર્ટીના ઉમેદવાર છે. ગંગોહ બેઠક પરથી નૌમન મસૂદને ટિકિટ આપવામાં આવી છે. લખનૌ કેન્ટથી દિલપ્રીત સિંહ, માણિકપુરથી રંજના પાંડે, પ્રતાપગ થી નીરજ ત્રિપાઠીનાં નામો કોંગ્રેસ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. જાહેર કરાયેલા […]

Top Stories India

કોંગ્રેસે કર્યા 22માંથી 5 નામો જાહેર

કોંગ્રેસે ઉત્તર પ્રદેશની પેટા-ચૂંટણીઓ માટે પાંચ ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. પીએલ પુનિયાના પુત્ર તનુજ પુનિયા ઝૈદપુરથી પાર્ટીના ઉમેદવાર છે. ગંગોહ બેઠક પરથી નૌમન મસૂદને ટિકિટ આપવામાં આવી છે. લખનૌ કેન્ટથી દિલપ્રીત સિંહ, માણિકપુરથી રંજના પાંડે, પ્રતાપગ થી નીરજ ત્રિપાઠીનાં નામો કોંગ્રેસ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. જાહેર કરાયેલા નામો પર અનેક જગ્યા પરથી ચર્ચા ઉઠી રહી છે કે, કોંગ્રેસ દ્વારા ફરી એકવાર સગાવાદને બળ આપવામાં આવ્યું છે.

Twitter पर छबि देखें

બસપા દ્વારા પણ કરવામાં આવી જાહેરાત

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બસપાએ પણ જાહેરાત કરી હતી કે તે આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભાની પેટા-ચૂંટણીની તમામ 13 બેઠકો પર લડશે. તેમાંથી પાર્ટીએ 11 બેઠકો પરના ઉમેદવારોના નામ પર પણ મહોર લગાવી દીધી હતી. તો બાકી રહેલા બે ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. લખનઉ કેન્ટ માટે અરૂણ દ્વિવેદી અને ઝૈદપુર (બારાબંકી) માટે અખિલેશ આંબેડકરનાં નામો આ સાથે જાહેર કરી દેવામાં આવ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.