
સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એરસેલ મેક્સિસ કેસમાં ચિદમ્બરમની આગોતરા જામીન અરજીઓ પર બપોરે 2 વાગ્યે દિલ્હી કોર્ટને આ આદેશ મુલતવી રાખવા વિનંતી કરી હતી. સીબીઆઈ વતી હાજર રહેલા એએસજી કે.એમ. નટરાજે કોર્ટને વિનંતી કરી કે સુપ્રીમ કોર્ટના આદેશને આઈએનએક્સ મીડિયા કેસમાં જાહેર કરાયેલા આદેશ પર આજે (5 સપ્ટેમ્બર) વિચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે હાલ આ ચૂકાદાને જાહેર કરવામાં ન આવે. પરંતુ કોર્ટે સીબીઆઈ, ઇડીની અરજીને નકારી કાઢતાં કહ્યું હતું કે બપોરે 2 વાગ્યે આ હુકમ સંભળાવવામાં આવશે.

અગાઉ, પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને ગુરુવારે મોટો ઝટકો લાગ્યો હતો જ્યારે સુપ્રીમ કોર્ટે તેમને આઈએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ કેસ નોંધવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતાની દિલ્હી હાઈકોર્ટના 20 ઓગસ્ટના નિર્ણયને પડકારતી અપીલને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે આર્થિક અપરાધનાં કેસો દેશની અર્થવ્યવસ્થાને અસર કરતાં અલગ કાર્યવાહી કરવી પડશે.
જસ્ટિસ આર ભાનુમથી અને જસ્ટિસ એ.એસ. બોપન્નાની ખંડપીઠે તેના આદેશમાં કહ્યું હતું કે આગોતરા જામીન આપવા આ યોગ્ય કેસ નથી. ખંડપીઠે કહ્યું કે આ સમયે ચિદમ્બરમને આગોતરા જામીન આપવાથી કેસમાં તપાસને અસર કરી શકે છે. ખંડપીઠે કહ્યું કે તપાસ એજન્સીને આ મામલે પોતાની તપાસ કરવા માટે પૂરતી સ્વતંત્રતા આપવી પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
