Not Set/ વિવાદોથી સંકળાયેલી જામનગરની જિલ્લા જેલ ફરી વિવાદમાં, કેદીના ચપ્પલમાંથી નીકળ્યા મોબાઈલ અને બેટરી

જામનગર, જામનગરની જેલ ફરી એક વખત વિવાદનો ભોગ બની છે, ફરી એક વખત જેલમાંથી મોબાઈલ મળી આવ્યો છે, હમણાં થોડા દિવસ પહેલા જ મોબાઇલ ફોન અને સીમકાર્ડ મળી આવતાં પોલીસની બેદરકારી સામે આવી હતી, કાચા કામના કેદી બધાબાઇ ભોળાભાઇ પાસેથી મોબાઇલ ફોન અને સીમકાર્ડ મળી આવતાં પોલીસ બેડામાં સનસનાટી મચી ગઇ હતી. ત્યારે ફરી એક વખત કાચા […]

Top Stories Gujarat Others

જામનગર,

જામનગરની જેલ ફરી એક વખત વિવાદનો ભોગ બની છે, ફરી એક વખત જેલમાંથી મોબાઈલ મળી આવ્યો છે, હમણાં થોડા દિવસ પહેલા જ મોબાઇલ ફોન અને સીમકાર્ડ મળી આવતાં પોલીસની બેદરકારી સામે આવી હતી, કાચા કામના કેદી બધાબાઇ ભોળાભાઇ પાસેથી મોબાઇલ ફોન અને સીમકાર્ડ મળી આવતાં પોલીસ બેડામાં સનસનાટી મચી ગઇ હતી. ત્યારે ફરી એક વખત કાચા કામના કેદી પાસેથી મોબાઈલ અને બેટરી મળી આવ્યા છે.

આરોપી સુરેશ શિવગીરી ગોસ્વામી કાચા કામનો કેદી છે જેના ચપ્પલમાંથી મોબાઈલ અને બેટરી નીકળ્યા હતાં. જેલ સહાયક દ્વારા સીટી-એ ડિવિઝનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરની જેલ ફરી આવી વિવાદમાં,કાચા કામના કેદી પાસેથી મળી આવ્યા મોબાઈલ અને સીમકાર્ડ

આ મોબાઇલ કાંડમાં કોની સંડોવણી છે. તેવા અનેક પ્રશ્નો હાલ સત્તાવી રહ્યા છે. હાલ તો પોલીસ દ્વારા આ મોબાઇલ કાંડને લઇને પોલીસ તંત્ર દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અવારનવાર જિલ્લાની જેલોમાંથી મોબાઇલ ફોન મળી આવે છે ત્યારે હવે જામનગરની જેલમાંથી મોબાઇલ ફોન મળી આવવાની વધુ એક ઘટના સામે આવી છે.