Not Set/ મધ્યપ્રદેશ: ગાડીમાં છુપાવેલા પેકેટમાંથી કરોડો રૂપિયાની રોકડ જપ્ત

ભોપાલ ક્રાઈમ બ્રાંચે ભોપાલ-ઇન્દોર હાઇવે પર ફંડા ટોલ પાસે એસયુવી કાર ને અટકાવી હતી અને તેની જડતી લીધી હતી. જડતી દરમિયાન કાર માં કેટલાક છુપાવેલ પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટ ખોલી ને જોતાં તેમાથી કરોડો રૂપિયાની કેશ મળી આવી હતી. આવકવેરા વિભાગ આ મામલે તપાસ કરી રહ્યું છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ગુરુવારે ક્રાઇમ બ્રાંચે […]

Top Stories India

ભોપાલ ક્રાઈમ બ્રાંચે ભોપાલ-ઇન્દોર હાઇવે પર ફંડા ટોલ પાસે એસયુવી કાર ને અટકાવી હતી અને તેની જડતી લીધી હતી. જડતી દરમિયાન કાર માં કેટલાક છુપાવેલ પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટ ખોલી ને જોતાં તેમાથી કરોડો રૂપિયાની કેશ મળી આવી હતી. આવકવેરા વિભાગ આ મામલે તપાસ કરી રહ્યું છે.

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ગુરુવારે ક્રાઇમ બ્રાંચે મોટી માત્રામાં રોકડ રકમ મળી હતી. ક્રાઇમ બ્રાંચના જણાવ્યા અનુસાર બુધવારે એસયુવીમાં પેકેટની અંદર કુલ 4.10 કરોડ રૂપિયા છુપાયેલા હતા. આ વાહન ઉદ્યોગપતિનું છે. આવકવેરા વિભાગ આ મામલે તપાસ કરી રહ્યું છે.

જડતી લેતા કારમાંથી 31 પેકેટ રોકડ રકમ ભરેલા મળી આવ્યા હતા. ત્યારબાદ ક્રાઇમ બ્રાંચે આવકવેરા વિભાગનો સંપર્ક સાધ્યો હતો અને કારમાં હાજર ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. મળતી માહિતી પ્રમાણે, પકડાયેલા શખ્સોની ઓળખ દિનેશ લોવંશી, સોનુ લોઢા અને ભૂરેલાલ તરીકે થઈ છે. ત્રણેય ભોપાલ અને રાજગઢ જિલ્લાના છે. દિનેશ અને સોનુ કાર ડ્રાઈવર તરીકે કામ કરતા હતા જ્યારે ભૂરેલાલ વ્યવસાયે ખેડૂત હતા. અઠવાડિયાના એક દિવસ, ત્રણેયને ભોપાલથી ઈન્દોર મારફત મુંબઇ રોકડ મોકલવા માટે 10,000 રૂપિયા માસિક પગાર ચૂકવવામાં આવતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.