પૂર્વ નાણામંત્રી 19 સપ્ટેમ્બર સુધી તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં રહેશે. પી.ચિદમ્બરમની તિહાર જેલમાં પહેલી રાત સામાન્ય કેદી જેવી હતી. કોર્ટના આદેશ પર તેમને કેટલીક સુવિધાઓ મળી છે, પરંતુ મોટાભાગની સુવિધાઓ સામાન્ય કેદીની જેમ પૂરી પાડવામાં આવી રહી છે.
આઈએનએક્સ મીડિયા કેસમાં ગુરુવારે પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમને ડબલ ફટકો પડ્યો. પૂર્વ નાણાં પ્રધાનને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મુદ્દે આગોતરા જામીન ન મળતાં અને પી.ચિદમ્બરમને રાઉઝ એવન્યુ કોર્ટના આદેશથી મોડી સાંજ સુધી ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા. પૂર્વ નાણામંત્રી 19 સપ્ટેમ્બર સુધી તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં રહેશે. પી.ચિદમ્બરમની તિહાર જેલમાં પહેલી રાત સામાન્ય કેદી જેવી હતી. કોર્ટના આદેશ પર તેને કેટલીક સુવિધાઓ મળી છે, પરંતુ મોટાભાગની સુવિધાઓ સામાન્ય કેદીની જેમ પૂરી પાડવામાં આવી રહી છે.
તિહારમાં ચિદમ્બરમ …
પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી સતત પૂર્વ નાણાં પ્રધાનને તિહારમાં જતા અટકાવવા પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ તેમની દલીલો કોર્ટમાં ચાલી શકી ન હતી અને કોર્ટે પૂર્વ નાણાં પ્રધાનને સીબીઆઈની કસ્ટડીમાં ના મોકલતા 19 સપ્ટેમ્બર સુધી તેમને તિહાર જેલ આપ્યા હતા.
- પૂર્વ નાણાં પ્રધાનને જેલ બેરેક નંબર 7 માં રાખવામાં આવ્યા છે. પી.ચિદમ્બરમને એક અલગ સેલ મળ્યો છે.
- પી.ચિદમ્બરમને રાઉઝ એવન્યુ કોર્ટના આદેશથી વેસ્ટર્ન શૌચાલયની સુવિધા આપવામાં આવી છે.
- ચશ્મા અને દવાઓ સાથે લઈ જવાની પરવાનગી કોર્ટમાંથી જ મળી હતી.
- પૂર્વ નાણાં પ્રધાન 24 કલાક સુરક્ષા મળેલી છે, સેલની આસપાસ સુરક્ષા વ્યવસ્થા મળી રહેશે. સાથે સાથે સીસીટીવી દ્વારા પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
- જેલના નિયમો અનુસાર એક ઓશીકું, ધાબળો પણ મળ્યો છે.
- પી. ચિદમ્બરમ કોરિડોરમાં, સામાન્ય કેદીઓની જેમ, બેરેકની સામેના પરિસરમાં ચાલી શકે છે.
- આ ઉપરાંત પૂર્વ નાણાં પ્રધાનને જેલના નિયમ મુજબ અખબાર, ટીવીની સુવિધા પણ મળી રહી છે.
- નાસ્તામાં સવારે 7 વાગ્યે તિહાર જેલમાં ચા -પૌવા, દલિયા અને બ્રેડ આપવામાં આવી છે.
નોંધપાત્ર વાત એ છે કે, પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ વતી, વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું હતું કે, જો તેઓ પૂછપરછ માટે કસ્ટડીમાં લેવા માંગતા હોય તો અમે ઇડી સમક્ષ આત્મસમર્પણ કરવા તૈયાર છીએ. કારણ કે પી.ચિદમ્બરમને તિહાર જેલમાં મોકલવા માટે પૂરતા પુરાવા સીબીઆઈ પાસે નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
