Not Set/ એકટર રાજકુમાર રાવના પિતાનું નિધન, 60 વર્ષની ઉંમરે લીધો છેલ્લો શ્વાસ

ફિલ્મ અભિનેતા રાજકુમાર રાવના પિતાનું ગુરુવારે રાત્રે અવસાન થયું છે. રાજકુમાર રાવના પિતા સતપાલ યાદવ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. પરંતુ ગઈકાલે રાત્રે તેમનું નિધન થયું હતું. ગુરુગ્રામમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રાજકુમાર રાવના પિતા સતપાલ યાદવ રેવેન્યુ  વિભાગમાં સરકારી નોકરી કરતા હતા. આપને […]

Uncategorized

ફિલ્મ અભિનેતા રાજકુમાર રાવના પિતાનું ગુરુવારે રાત્રે અવસાન થયું છે. રાજકુમાર રાવના પિતા સતપાલ યાદવ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. પરંતુ ગઈકાલે રાત્રે તેમનું નિધન થયું હતું. ગુરુગ્રામમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

રાજકુમાર રાવના પિતા સતપાલ યાદવ રેવેન્યુ  વિભાગમાં સરકારી નોકરી કરતા હતા.

આપને જણાવી દઈએ કે રાજકુમાર રાવને ફિલ્મ શાહિદ માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. તે તેની શ્રેષ્ઠ અભિનય ક્ષમતા માટે જાણીતો છે.

રાજકુમ્મર રાવે શાદી મે જરૂર આના, ન્યૂટન, સ્ત્રી અને બરેલીની બર્ફી સહિતની ઘણી ફિલ્મોમાં તેમની ઉત્કૃષ્ટ અભિનય દ્વારા ચોક્કસપણે લોકોનાં દિલ જીતી લીધાં છે. તેમને નાનપણથી જ અભિનયમાં રસ હતો, તેમણે થિયેટર પણ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.