Gandhinagar/ Gpsc પરિક્ષા પાસ કર્યાના દોઢ વર્ષ બાદ પણ નિમણુંક નહિ મળતા ઉમેદવારો ગાંધી ચિંધ્યા માર્ગે ઉતર્યા ઉપવાસ ઉપર

સરકારી નોકરી માટે અથાક મહેનત કર્યા બાદ, પરીક્ષા પાસ કર્યા બાદ પણ જયારે નોકરી માટે કોઈ નિમણુંક પત્ર નહિ મળતા ઉમેદવારોએ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસનું  શસ્ત્ર ઉઠાવ્યું છે. દોઢ વર્ષ પહેલાં gpsc પાસ કર્યા બાદ પણ આજ સુધી સરકારે નિમણૂક પત્ર નહી આપતા આ ઉમેદવારો એ ગાંધીનગર ખાતે ઉપવાસનો સહારો લેવો પડ્યો છે. છેલ્લા ૧૩ દિવસથી આ ઉમેદવારો ઉપવાસ પર બેઠા છે

Uncategorized
GPSC exam

સરકારી નોકરી માટે અથાક મહેનત કર્યા બાદ, પરીક્ષા પાસ કર્યા બાદ પણ જયારે નોકરી માટે કોઈ નિમણુંક પત્ર નહિ મળતા ઉમેદવારોએ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસનું  શસ્ત્ર ઉઠાવ્યું છે. દોઢ વર્ષ પહેલાં gpsc પાસ કર્યા બાદ પણ આજ સુધી સરકારે નિમણૂક પત્ર નહી આપતા આ ઉમેદવારો એ ગાંધીનગર ખાતે ઉપવાસનો સહારો લેવો પડ્યો છે. છેલ્લા ૧૩ દિવસથી આ ઉમેદવારો ઉપવાસ પર બેઠા છે.

નોધનીય છે કે,  Gpsc પાસ કર્યા ના 2 મહિનામાં જ નિમણુંક આપવાનો સરકારનો GR છે. ન્યાયની આશામાં ઉમેદવારો છેલ્લા ૧૩ દિવસથી ગાંધીનગર ખાતે ઉપવાસ ઉપર ઉતર્યા છે.

રાજ્યના પાટનગર માં છેલ્લા 13 દિવસથી પોલીસની નજર થી દુર રહી અલગ અલગ જગ્યાએ ઉપવાસ આંદોલન કરી રહેલા gpsc ના કુલ 179 ઉમેદવારો એ હજુ પણ આશા છોડી નથી.

Gpsc ના ઉમેદવારો એ જણાવ્યું હતું કે gpsc ની પરીક્ષા પાસ કર્યા બાદ 2 મહીનામાં જ નિમણૂક આપવાનો સરકાર નો gr હોવા છતાં અમને દોઢ વર્ષ થયું હોવા છતાં નિમણૂક આપવામાં આવી નથી. સરકારમાં કેટલીયે વાર આવેદનપત્ર આપી રજુવાત કર્યા બાદ અમને માત્ર આશ્વાસન જ આપવામાં આવ્યા છે.

વિરેન મહેતા, ગાંધીનગર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.